તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના કારેલામાં બાઇક સ્લીપ થતાં ત્રણ યુવાનોને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં કારેલા ગામ પાસેથી એક જ બાઇક પર પસાર થઇ રહેલાં ત્રણ યુવાનોની બાઇક કોઇ કારણસર સ્લીપ થઇ ગઇ હતી. ઘટનામાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલીક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકામાં આવેલાં સમની ગામે રહેતાં રોહિત કનુ પાટણવાડિયા, સુરેશ ચીમન સોલંકી તેમજ કાલીદાસ ચંદુ વસાવા તેમની બાઇક લઇને કોઇ કામ અર્થે ભરૂચ તાલુકાના કારેલાં ગામે જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાન તેઓ કારેલા ગામના સિમાડામાંથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં કોઇ કારણસર તેમનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં તેમની બાઇક સ્લિપ થઇ જતાં ત્રણેય રોડ પર પટકાઇને ફંગોળાઇ ગયાં હતાં. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો