તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજીવા મુદ્દે ત્રણ જણાનો વૃદ્ધ પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી ઇમરાનપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતાં 72 વર્ષીય ઇસ્માઇલ મુસા પટેલ તેમના ઘરેથી નમાઝ પઢવા માટે જઇ રહ્યાં હતાં. તે વેળાં વિસ્તારમાં રહેતાં એઝાઝ અબ્દુલ પટેલનો ભત્રીજો ગટર પાસે ઉભો હોઇ તેમણે તેના માથે હાથ મુકી સાઇડમાં કરી ગટરમાં પડી જઇશ તેમજ જણાવ્યું હતું. દરમિયાન એઝાઝ અબ્દુલ પટેલે ધસી આવી મારા ભત્રીજાને કેમ માર્યો તેમ કહીં તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન એઝાઝનું ઉપરાણું લઇ મુબારક ઉર્ફે સરફરાજ ઇસ્માઇલ પટેલ તેમજ અનીશ અહેમદ પટેલે ધસી આવી ત્રણેયે તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...