તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ વર્ષે 11,00,874 ઘનમીટર માટી ખોદી જળસંચય ક્ષમતા વધારાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં સુફલામ સુફલામ યોજના- 2019નો સોમવારે ઉમરાજ ગામેથી રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પ્રારંભ કરાવશે. ચાલુ વર્ષે 11 લાખ ઘન મીટર માટીનું ખોદકામ કરી 1.10 અબજ લીટર જળ સંચય થઇ શકે તેટલી ક્ષમતા વધારવાનું આયોજન ઘડાયું આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ 321 કામો હાથ ધરવામાં આવશે. જેમાં સરકારી ફાળામાંથી 255 અને લોકભાગીદારીથી 66 કામ કરવામાં આવશે. આ કામગીરી પાછળ 674.67 લાખનો ખર્ચ થશે. જેમાં લોકભાગીદારીના 106.961 લાખ તથા સરકારી ફાળાના 560.709 લાખ રૂપિયાનો સમાવેશ થવા જાય છે. આ યોજના અંતર્ગત નવા તળાવો તથા જળાશયોને ઉંડા કરવા માટે 11 લાખ ઘનમીટર માટી ખોદાશે. તળાવો અને જળાશયો ઉંડા થવાથી 1.10 અબજ લીટર પાણીનો વધુ સંગ્રહ થશે. સુફલામ સુફલામ યોજનાના સુચારૂ આયોજન સંદર્ભમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સંલગ્ન અધિકારીઓની બેઠક મળી હતી. ભરૂચના ઉમરાજથી બપોરના 2.30 કલાકે રાજયના ગૃહ અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો