ભરૂચના ક્રિશનાડ ગામે ડીજેમાં નાંચવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં કિશનાડ ગામે લગ્ન પ્રસંગમાં નાંચતી વેળાં મહિલાનો હાથ પકડવાના મુદ્દે થયેલી તકરારમાં મામલો ગરમાતાં બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. જેના પગલે બન્ને પક્ષોએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ 15 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં કિશનાડ ગામે રહેતાં એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ તેમના પરિચીતો અને સંબંધી આવ્યાં હતાં. દરમિયાન ગામમાંથી વરોઘોડો નિકળતાં વિસ્તારમાં રહેતાં નયનાબેન ભરત પાટણવાડિયાના ઘર પાસેથી વરઘોડો જતાં ગામના અજય રામસિંગ વસાવા તેમજ અરવિંદ જાતર વસાવાએ તેમનો હાથ પકડી નાચવા ખેંચી ગયાં હતાં. જેના પગલે તેના પુત્ર કરણે તેમને કહેવા જતાં તેમનું ઉપરાણું લઇને અજય રામસિંગ વસાવા, અરવિંદ જાતર વસાવા, કમલેશ રમેશ વસાવા, છત્રસંગ રામસંગ વસાવા, જીતુ જગદિશ વસાવા ,રવીન મેલસંગ વસાવા, લખન રમણ વસાવા તેમજ રમેશ અંબાલાલ વસાવાએ નયના તેમજ તેના પુત્ર સહિતનાઓને માર માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનાની બીજી રમેશ અંબાલાલ વસાવાની ફરિયાદ મુજબ, તેઓ લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ગયાં હતાં. જ્યાં તેમના નાના ભાઇ રામસિંગ અંબાલાલ વસાવાની પુત્રી રેખા પણ નાચતી હતી. તે સમયે બીજા સમાજના લોકો પણ નાચતાં હતાં. ત્યારે કરણ ભરત પાટણવાડિયા તેમજ હિમાંશુ મહેશ પાટણવાડિયાએ રેખા સાથે અથડાયાં હતાં અને તેનો હાથ પકડ્યો હતો. જેના પગલે રમેશ વસાવાએ અમારા લગ્નમાં તમારૂ શું કામ છે, તમે કેમ આવ્યાં તેમ કહેતાં તેઓ બન્ને તેમજ તેમના સાગરિતો જૈમીન દિનેશ પાટણવાડીયા, આકાશ દિનેશ પાટણવાડિયા, હિતેશ દિનેશ પાટણવાડિયા, આશિષ મહેશ પાટણવાડિયા તેમજ રોહિત જશુ પાટણવાડિયાએ તેમની પર હૂમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમની સામે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...