પાલેજની ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી 7.37 લાખ રૂપિયાના સામાનની ચોરી

Bharuch News - theft of goods worth rs 737 lakh from the philips carbon company of palage 060540

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
ભરૂચ તાલુકામાં આવેલાં પાલેજ પાસેની ફિલીપ્સ કાર્બન કંપનીના કંપાઉન્ડમાંથી સ્ટેઇનલેસ સ્ટીલના 273 બકેટની કોઇ ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી. જેના પગલે કંપનીના એચઆર મેનેજરે પાલેજ પોલીસ મથકે કુલ 7.37 લાખના સામાનની ચોરી બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પાલેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ફિલીપ્સ કાર્બન બ્લેક લિમી. કંપની દ્વારા પુનાની કંપનીમાંથી સ્ટેઇનલેસ સ્ટીલના બકેટ મંગાવ્યાં હતાં. જેમાં 2700 રૂપિયાનું એક બકેટ એમ કુલ 293 બકેટ કંપનીએ મંગાવી કંપનીના સંકુલમાં મુક્યાં હતાં. જેમાંથી કોઇ તસ્કરોએ કુલ 7.37 લાખની મત્તાના 273 નંગ બકેટ ચોરી કરી ગયાં હતાં. દરમિયાનમાં કંપનીના સત્તાધિશોને ચોરીની જાણ થતાં તેઓએ ઘટના અંગેની તપાસ કરી ...અનુસંધાન પાના નં.2

મામલામાં પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ સિક્યુરિટી તેમજ અન્ય લોકોની નજર ચુકવી તબક્કાવાર રીતે બકેટની ચોરી કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

X
Bharuch News - theft of goods worth rs 737 lakh from the philips carbon company of palage 060540
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી