મહિલાની છેડતી કર્યાની શંકાએ યુવકને મેથીપાક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીના જય કેમિકલ કોલોની ખાતે રહેતો દિનેશ કાનજી સંગાડિયા કોઇ કામ અર્થે આર કે સિંથેસીસ કંપની પાસે ગયો હતો. તે વેળાં ત્યાં ઝૂપડપટ્ટીમાં રહેતાં મુકેશ સુરસંગ ભુરિયા, દુલા રામસિંગ નિનામા તેમજ ચિરાગ
સુનિલ ખાડીયા નામના ત્રણ શખ્સોએ તે ત્યાં મહિલાઓની છેડતી કરવા આવ્યો હોવાની શંકાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલાં ત્રણેયે એકસંપ થઇ તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ
નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

વાગરા તાલુકાના સાયખા ગામે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...