તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદના વાતરસા ગામે યુવાનને વીજ કરંટ લાગ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદમાં ચાલી રહેલા ન્યુ એક્સપ્રેસ વે ની બાજુમાં વાતરસા ગામે રોડનું કામ ચાલે છે.તે સમયે અચાનક એક કામદારને વીજ કરંટ લાગતાં ફંગોળ્યો હતો. તેને શરીરે ઈજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી ચેનલ નંબર-315 પાસે મૂળ મધ્યપ્રદેશના લલિતપૂરના મંગલ આદિવાસી રોડનું કામગિરી કરે છે.રવિવારના રોજ સાંજના રોજ તે રોડનું કામ કરી રહ્યો હતો.તે દરમિયાન અચાનક તેને વીજ કરંટ લાગતા ફંગોળ્યો હતો.વીજ કરંટ લગતા તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેની સાથે કામ કરી રહેલા તેના સાથીઓએ તેને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે લવાયો હતો.તેને હાજર તબીબે પ્રાથમિક સારવાર આપીને દાખલ કર્યો હતો.બનાવ મામલે આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો