તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં પાલિકા પ્રમુખ મળ્યાં વગર નીકળી જતાં મહિલાઓએ કાર અટકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલી હુસૈનીયા -1 ની સ્થાનિક મહિલાઓએ રોડ, ગટર અને સાફસફાઈ અંગે પાલિકા પહોંચી હોબાળો મચાવ્યો હતો. રજૂઆત કરવા આવેલી મહિલાઓને મળ્યા વગર પ્રમુખ નીકળી જતા તેમની ગાડીની આગળ આવી જઈને ગાડીને રોકીને રજુઆત કરી હતી.

શહેરના વોર્ડ નંબર-2 માં હુસૈનીયા-1 સોસાયટીની મહિલાઓએ સોમવારે પાલિકા કચેરીએ પહોંચીને હલ્લો બોલાવ્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે, સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી અમુક ગલીઓના રોડ બનાવ્યા છે જયારે અમુક ગલીઓના રસ્તા હજુ સુધી બનાવામાં નહિ આવતા અને ચોમાસુ ચાલુ થવાનું હોવાથી લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ...અનુસંધાન પાના નં.2

પાલિકાના સફાઈ કર્મીઓ પણ સફાઈ કરવા આવતા નથી તથા કચરાની પેટી પણ નહિ હોવાથી લોકોને બહાર કચરા નાખવા જવાનો વારો આવે છે. કેટલાય સમયથી ગટર લાઇનોની સાફ્સફાઈ પણ નહિ કરવામાં આવતા લોકોના ઘરોમાંથી ગટર લાઈનો ઉભરાય છે. સ્થાનિક કાઉન્સીલરને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. જે પ્રશ્નો માટે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓનો પ્રશ્ન સાંભળ્યા વગર ગાડીમાં બેસીને બહાર જઈ રહેલા પ્રમુખની ગાડીને જોઈ જતા ગાડીની આગળ આવીને ગાડીને રોકી પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ ગાડીમાંથી ઉતરીને મહિલાઓના પ્રશ્નોને સાંભળીને કાઉન્સીલર સાથે ચર્ચા કરીને આગળની કામગીરી કરી આપવાની ખાતરી આપી હતી.

હુસૈનીયા સોસાયટી -1 ની મહિલાઓએ વિવિધ સુવિધાઓની માંગ કરવા પ્રમુખની ગાડીને રોકીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...