તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આછોદમાં વિધવા સહાયની લાલચ આપી વૃદ્ધા સાથે ઠગાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે રહેતી એક વૃદ્ધા તેની દુકાને હતી. તે વેળાં એક શખ્સે તેમની પાસે આવી વિધવા સહાય અપાવાવાની લાલચ આપી તેમના 35 હજારની મત્તાના ઘરેેણા ઉચારી લીધાં હતાં. જે બાદ ગઠિયાએ વૃદ્ધાને ચકમો આપી ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના આછોદ ગામે રહેતી એક વૃદ્ધા તેમની પરચુરણ સામાનની કેબીનમાં બેઠી હતી. તે વેળાં એક લાલ કલરના માથાના વાળ અને દાઢીવાળા શખ્સે બાઇક પર તેમની કેબીન પાસે આવી તે વિધવા સહાયના રૂપિયા અપાવનો હોવાની લાલચ આપી હતી. એક મહિલા અધિકારી ફોર્મ ભરવા માટે આવે તો ગરીબ દેખાવા માટે

...અનુસંધાન પાના નં.2

તેમના તમામ ઘરેણા ઉતારાવ્યાં હતાં. વૃદ્ધા કાંઇ સમજે તે પહેલાં જ ગઠિયાએ તેમના ઘરેણાથી નજર ચુકવી તફડંચી કરી ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...