તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનને ઠપકો આપનાર વૃદ્ધને મારી નાંખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે રહેતાં એક વૃદ્ધની ઘરની આસપાસ ગામમાં જ રહેતો એક યુવાન મધ્યરાત્રીએ આંટાફેરા મારતો હતો. જેથી વૃદ્ધે તેને ઠપકો આપતાં યુવાને તેમની સાથે તકરાર કરતાં મામલો ગરમાતાં યુવાન અને તેના પરિવારે વૃદ્ધને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે વૃદ્ધે તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે રોશન નગર ખાતે રહેતાં 60 વર્ષિય કાલીદાસ ખુશાલ રોહિતના ઘર પાસે ગામમાં જ રહેતો સહેજાદ સલીમ કાજી સાંજના સમયે તેમજ રાત્રીના સમયે વારંવાર તેમના આંટાફેરા માર્યા કરતો હતો. જેના પગલે કાલીદાસ રોહિતે તેને તે બાબતે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...