તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગલેશ્વર શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ ઝળક્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલા મંગલેશ્વર ગામે પ્રાથમિક શાળા ખાતે 150 મી ગાંધી જ્યંતીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં ગાંધીજીને પત્ર વિષય પર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સદર સપર્ધામાં શાળાના વિદ્યાર્થી હાર્દિકકુમાર વસાવાએ શાળાના શિક્ષક મહેશકુમાર.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ સીઆરસી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. તેણે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરીને વિજેતા બન્યો હતો.જેને રાજ્યકક્ષાનું પ્રમાણપત્ર,ટ્રોફી અને રૂ.એક હજાર પુરસ્કાર તથા સ્કૂલબેગ રાજ્ય સરકાર તરફથી અપર્ણ કરાઈ હતી. વિદ્યાર્થીને શાળાના આચાર્ય હિંમતસીંહ પટેલ અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો