તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંતરસાથી ટંકારીયાનો માર્ગ બિસ્માર થતાં લોકોને હાલાકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદ તાલુકાના વાંતરસાથી ટંકારીયા ગામને જોડાતો 4 કીમીનો માર્ગ અત્યંત ખરાબ અને બિસ્માર થઈ ગયો છે.જેના કારણે રોડ પરથી પસાર થનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી પસાર થતા 16 ગામોના લોકોને ભારે તક્લીફો વેઠવાનો વારો આવ્યો છે જેથી વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

આમોદ તાલુકાના વાંતરસાથી ટંકારીયા ગામને જોડાતો માર્ગ પરથી કેટલાય સમયથી બનાવવામાં અથવા તો કોઈ સમારકામ નહીં કરાવવામાં આવતા અત્યંત ખરાબ અને બિસ્માર થઈ ગયો છે. આ માર્ગ પરથી વાંતરસા, કુરચન ,કોઠી ,દોરા ,દાંદા ,સરભાણ સહિત આજુબાજુના 16 ગામોના લોકો ભરૂચ જવા આવવા રોજીંદો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ મેળવવા ટંકારીયા જતા હોય તેમજ ધંધાદારી તથા નોકરિયાત વર્ગ પણ મોટા પ્રમાણમાં આ માર્ગ પરથી અવર જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ બાબતે વાંતરસાના સરપંચ તેમજ સભ્યોએ અવાર નવાર વાગરા અને જંબુસરના ધારાસભ્યોને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ જાતનું સમારકામ પણ નહિ કરવામાં આવ્યું નથી. હાલમાં માર્ગ એટલો ખરાબ અને બિસ્માર બનતા લોકો ટંકારીયા તરફ જવા આવવા માટેનો રસ્તો બદલીને બીજા અન્ય રસ્તા પરથી જવાની ફરજ પડી છે.જેના કારણે વહેલી તકે બિસ્માર માર્ગનું મરામત કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

વાંતરસાથી ટંકારીયા ગામને જોડાતો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયેલો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો