ચાંચવેલમાં 6ના બદલે 10 ટેન્કરથી પાણી આપવા મંત્રીનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ જિલ્લામાં જ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જિલ્લામાં પાણીની સ્થિતિ જાળવા રાજયના ગૃહ અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજા 8 દિવસના ટુંકાગાળામાં ભરૂચની બીજી વખત મુલાકાત લીધી છે. શનિવારે ચાંચવેલ ગામની મુલાકાત વેળા અધિકારીઓને ગામમાં 6ના બદલે 10 ટેન્કરથી પાણી આપવા આદેશ કર્યો હતો.

રાજય સરકાર ભલે ટેન્કર પ્રથા દુર થઇ ગઇ હોવાના દાવા કરતી હોય પણ અત્યારે સ્થિતિ એવી છે કે ખુદ સરકારના મંત્રીઓને જ ગામમાં ટેન્કરથી પાણી આપવાના આદેશ આપવા પડી રહયાં છે. નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ઉનાળો શરુ થતાંની સાથે ટેન્કરથી પાણી આપવામાં આવે છે. રાજયમાં ઉભા થયેલા જળસંકંટને ધ્યાને રાખી દરેક જિલ્લાના પ્રભારીમંત્રીઓ ...અનુસંધાન પાના નં.2

તેમના જિલ્લામાં સ્થિતિનો તાગ મેળવી રહયાં છે. ભરૂચના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 3 તારીખે જીએનએફસી ખાતે અધિકારીઓની બેઠક યોજી હતી. આઠ દિવસમાં તેમણે બીજી વખત ભરૂચની મુલાકાત લીધી હતી. શનિવારે તેઓ વાગરાના ચાંચવેલ ગામમાં પહોંચી લોકોની સમસ્યા સાંભળી હતી. તેમણે ગામમાં રોજ 6ના બદલે 10 ટેન્કરથી પાણી આપવા આદેશ કર્યો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિતના આગેવાનો પ્રભારીમંત્રી સાથે હાજર રહયાં હતાં. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નર્મદા નદીના પ્રવાહમાં અવરોધરૂપ તમામ પાળાઓ અને પુલિયા તોડી પાડવા કલેકટરને સુચના આપી દીધી છે. રાજયમાં બહુચર્ચિત ખાતર કૌભાંડની પણ સરકાર તપાસ કરી રહી છે.

વાગરાના ચાંચવેલ ગામમાં પ્રભારીમંત્રી સમક્ષ ગામલોકોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...