તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્ય 3 ઉમેદવારોએ 4 દિવસમાં 39.46 લાખનો ખર્ચ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીના મુખ્ય હરીફ એવા ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારોએ 12 થી 15 તારીખ સુધીના ચાર દિવસમાં જ 39.46 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ચૂંટણી લડી રહેલાં 17 ઉમેદવારો પ્રચાર અને પ્રસાર માટે અત્યાર સુધીમાં 58.45 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી છે.

સાત વિધાનસભા મત વિસ્તારોને આવરી લેતી ભરૂચ લોકસભા બેઠક માટે 8મી તારીખે ચિત્ર સ્પષ્ટ થઇ ચુકયું હતું. 23મીએ થનારી ચૂંટણી માટે 17 ઉમેદવારો મેદાનમાં રહી ગયાં છે.

ઉમેદવારોએ પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવેલા ખર્ચની 12 અને 16 તારીખ એમ બે વખત ચકાસણી કરવામાં આવી છે. 12મીએ ચકાસણી દરમિયાન 5 ઉમેદવારોએ ખર્ચની વિગતો રજૂ નહિ કરતાં તેમને નોટીસ આપવામાં આવી હતી.

12મીએ રજૂ કરેલાં ખર્ચમાં ભાજપના મનસુખ વસાવાએ 2.96 લાખ, કોંગ્રેસના શેરખાન પઠાણે 5.04 લાખ અને બીટીપીના છોટુ વસાવાએ 7.65 લાખનો ખર્ચ દર્શાવ્યો હતો.

16મીએ રજૂ થયેલી ખર્ચની વિગતોમાં ભાજપના ઉમેદવારનો ખર્ચ 26.81 લાખ, કોંગ્રેસના ઉમેદવારનો ખર્ચ 16.16 લાખ અને બીટીપીના ઉમેદવારનો ખર્ચ 12.14 લાખ પર પહોંચ્યો છે.

આમ ત્રણ મુખ્ય ઉમેદવારોએ 12થી 15 તારીખ સુધીમાં જ 39.46 લાખનો ખર્ચ કર્યો છે. ભરૂચ બેઠકની ચૂંટણી લડી રહેલાં તમામ 17 ઉમેદવારોએ અત્યાર સુધીમાં 58.45 લાખનો ખર્ચ કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.

ઉમેદવાર રાજકીય પાર્ટી 12મી સુધીનો ખર્ચ 16મી સુધીનો ખર્ચ તફાવત

મનસુખ વસાવા ભાજપ 2.96 લાખ 26.81 લાખ 23.85 લાખ

શેરખાન પઠાણ કોંગ્રેસ 5.04 લાખ 16.16 લાખ 11.12 લાખ

છોટુ વસાવા બીટીપી 7.65 લાખ 12.14 લાખ 4.49 લાખ

ભાજપના ઉમેદવાર ખર્ચની બાબતમાં આગળ નીકળી ગયાં
ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ અત્યાર સુધીમાં 26.81 લાખ રૂપિયા વાપરી નાંખ્યાં છે. 12મી તારીખ સુધીમાં તેમણે માત્ર 2.96 લાખનો ખર્ચ કર્યો હતો. ચાર દિવસમાં તેમણે 23.85 લાખનો ખર્ચ મતદારોને રીઝવવા માટે કરી નાંખ્યો છે. બીજી તરફ ચાર દિવસમાં કોંગ્રેસના ઉમેદવારે 11.12 લાખ અને બીટીપીના ઉમેદવારે 4.49 લાખ રૂપિયા વાપર્યા છે.

ઉમેદવાર રાજકીય પક્ષ ખર્ચ ( રૂપિયામાં)

મનસુખ વસાવા ભાજપ 26,81,920

શેરખાન પઠાણ કોંગ્રેસ 16,16,693

છોટુ વસાવા બીટીપી 12,14,175

નરેન્દ્ર વશી યુવા જન જાગૃતિ પાર્ટી 25,000

શબ્બીર પટેલ અપના દેશ પાર્ટી 1,900

સુખદેવ વસાવા બહુજન મુકિત પાર્ટી -

રાજેશ વસાવા બહુજન સમાજ પાર્ટી 13,290

સલીમખા પઠાણ સંયુકત વિકાસ પાર્ટી 28,628

ઇમરાન પટેલ અપક્ષ 92,465

અશોક પરમાર અપક્ષ 19,760

નવીન વસાવા અપક્ષ 16,448

મુખ્તીયાર શેખ અપક્ષ 25,400

વિક્રમસિંહ ગોહિલ અપક્ષ 27,878

રાજેશ સોલંકી અપક્ષ 12,940

રફીક સાપા અપક્ષ 27,828

જીતેન્દ્ર પરમાર અપક્ષ 28,019

કીરીટસિંહ સિંધા અપક્ષ 13,350

કુલ 17 58,45,694

અન્ય સમાચારો પણ છે...