ખીચડી કૌભાંડનો મુદ્દો આખરે પ્રાદેશિક કમિશ્નરમાં પહોંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં પૂરગ્રસ્તો માટેની ખીચડીનું રૂા. 6.85 લાખનું બિલ ભરૂચ પાલિકા શાસકોની દાઢે વળગ્યું છે. વિપક્ષે સમગ્ર પ્રકરણમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવી સુરત પ્રાદેેશિક કમિશ્નર સમક્ષ કલમ 258 હેઠળ ફરિયાદ કરી છે. હજુ તો બિલની ચૂકવણી નથી થઇ પણ થઇ જશે તો પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર પાસેથી વસૂલાત કરવા પણ માગણી કરશે. અલબત્ત, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ તો અમે કશું ખોટુ કર્યું નથી તેવો જ બચાવ કર્યો છે.

પૂર અરસગ્રસ્તોની ખીચડીનો જય ફરાસખાનાને કોન્ટ્રાક્ટ આપતા રૂા. 6.85 લાખનું બિલ સભામાં મંજૂરી માટે આવ્યું હતું. 3 ક્વોટેશન પર એક જ વ્યક્તિના અક્ષર હોવાના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વસીલા ફરાસખાનાના માલિકે ક્વોટેશન નહીં આપ્યું હોવાની કબૂલાત કરતાં મામલો પેચીદો બની ગયો હતો. વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે ખીચડીમાં કૌભાંડના આક્ષેપો સાથે કલમ 258 હેઠળ સુરત પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી છે.

પૂરગ્રસ્તોની ખીચડી પાલિકા શાસકોના દાઢે વળગી

અન્ય સમાચારો પણ છે...