પત્નીને ખેતરમાં લઈ જઈ આંતરવસ્ત્રથી ગળે ટૂંપો દઇ પતિએ પતાવી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા તાલુકામાં આવેલાં પણસોલી ગામની મહિલાના બીજા લગ્ન થયાં બાદ તેનો પતિ પણ તેની સાથે પણસોલી ગામે જ રહેતો હતાં. દરમિયાન ગઇકાલે રાત્રીના સમયગાળા દરમિયાન પતિએ તેની પત્નીને ગામની સીમમાં ખેેતરમાં લઇ જઇ તેના આંતરવસ્ત્રથી જ તેનાં ગળે ટૂંપો થઇ હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ઘરેથી બન્ને ગુમ હોઇ એક તરફ પરિવારજનો તેને શોધી રહ્યાં હતાં. તે વેળાં હત્યાને અંજામ આપનાર પતિએ જ તેમનો મોબાઇલ પર સંપર્ક કરી હત્યાના સ્થળ સુધીનું દિશાસૂચન આપતાં હત્યાના કારસાનો ખુલાસો થયો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી હત્યારાને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકામાં આવેલાં પણસોલી ગામે ફડકોઇ ફળિયામાં રહેતાં જયેશ નટુ વસાવાના ફોઇની પુત્રી સંગીતાના લગ્ન સૂરતના જગદિશ વસાવા સાથે થયાં હતાં. જોકે આઠેક વર્ષ પહેલાં જગદિશ વસાવાનું મોત થયું હતું. અરસામાં આઠેક મહિના પહેલાં સંગીતાના બીજા લગ્ન વડોદરાના નંદેસરી ખાતે ફાજલપુર(સાંકરદા) વિસ્તારમાં રહેતાં સુરેશ ભીખા ગોહિલ સાથે થયાં હતાં. લગ્નના ચારેક મહિના સુધી સંગીતા તેના પતિ સાથે તેના સાસરીમાં જ રહેતી હતી. જે બાદ દંપતિ અંક્લેશ્વર અને બાદમાં પણસોલી ગામે પિયરમાં રહેવા લાગ્યું હતુ.

તેઓ બન્ને ફાજલપુર ખાતે અવાર-નવાર જઇને આવતાં હતાં. દરમિયાન ગઇકાલે સવારે પરિવારજનો જાગતાં દંપતિ ઘરમાં જણાયું ન હતું. જના પગલે પરિવારજનોએ બન્નેની શોધખોળ આદરી હતી. પરંતુ તેમના કોઇ સગડ મળ્યાં ન હતાં. દરમિયાન ગામની સીમમાં કપાસના ખેતરમાંથી સંગીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિએ જ પરિવારને જાણ કરી
દંપતિ ઘરમાં નહીં હોઇ પરિવારજનોએ તેમને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં સંગીતાના પતિ સુરેશે મોબાઇલ પર સંપર્ક કરી તેમને જણાવ્યું હતું કે, ઘરની સામે આવેલાં કપાસના ખેતરની બાજુમાં જાઓ, પરિવારજનો ત્યાં પહોંચતાં તેણે કપાસની ખેતરની છેડા પર લીમડાના વૃક્ષની સામે શેરડીના ખેતરમાં બે ચાસ અંદર જઇને જો તેમ કહેતાં તેઓ ત્યાં પહોંચ્યાં હતાં. ત્યાં સંગીતાની આંતરવસ્ત્રથી ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ પડેલો મળી આવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતાં.

દંપતી વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો
હત્યાના કારસાને અંજામ આપનાર પતિ સુરેશ ગોહિલ હજી પોલીસ પકડથી દુર છે. હત્યાના પહેલાં દંપતિ વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હોઇ તેની રીસ રાખી પત્નીને ખેેતરમાં લઇ જઇ તેની નિર્મમ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન હોઇ તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાલિયાના પણસોલી ગામે બનેલી ઘટના
અન્ય સમાચારો પણ છે...