રાણીપુરાની માનવ સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા સ્તરની સ્પર્ધામાં વિજેતા બની મેડલ મેળવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | ભરૂચ જિલ્લા સ્તરની કુસ્તી તથા યંગમૂડો સ્પર્ધામાં માનવ સ્કૂલ રાણીપૂરાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રી બટૂકનાથ વ્યાયમ શાળા સંકુલમાં યોજાયેલી સ્પર્ધામાં માનવ સ્કૂલ રાણીપૂરાના વિદ્યાર્થીઓએ ઉત્તમ દેખાવ કર્યો હતો. કુસ્તિ પ્રતિયોગિતામાં માનવ સ્કૂલ વિદ્યાર્થીઓએ 2 સ્વર્ણ, 6 રજત અને 7 કાંસ્ય પદક તથા યંગમુડો સ્પર્ધા 2 સ્વર્ણ, 8 રજત અને 4 કાંસ્ય પદક જીત્યા હતાં. સ્કુલના જૂનિયર ધોરણ 2ના ભૂલકાઓએ પણ સ્પર્ધામાં ભાગ લઈ કુસ્તિમાં 1 સ્વર્ણ 1 રજત અને યંગમૂડોમાં 1-1 સ્વર્ણ અને રજત પદક જીત્યાં હતાં
અન્ય સમાચારો પણ છે...