તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતરિયા તળાવ પાસે પતંગના દોરાથી બાળકીનું ગળું કપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના મનિષાનંદ કોમ્પ્લેક્ષ ખાતે રહેતી અેક મહિલા તેમની પાંચ વર્ષની પુત્રી સાથે મોપેડ પર માતરિયા તળાવ પાસેથી પસાર થઇ રહી હતી. દરમિયાનમાં પતંગનો દોરો બાળકીના ગળાના ભાગે અાવી જતાં કપાઇ જવાથી બાળકીને ગંભીર ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં દોઢ કલાકની શસ્ત્રક્રિયા બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચમાં અાવેલાં મનિષાનંદ કોમ્પ્લેક્ષ ખાતે રહેતાં સચિન જગતાપની પત્ની સુપ્રિયા તેમની પાંચ વર્ષની પુત્રી નિત્યાને લઇને કામ અર્થે મોપેડ પર જઇ રહ્યાં હતાં. દરમિયાન માતરિયા તળાવ પાસે પહોંચતાં કપાયેલી પતંગનો દોરો નિત્યાના ગળાના ભાગે અાવી જતાં કપાઇ જવાથી તેને ગંભીર ઇજાઅો થઇ હતી. દોરાથી કપાયેલાં ઘાથી લોહી નિકળતાં અાસપાસના લોકો અેકત્ર થઇ જતાં તેઅોઅે તુરંત તેને સારવાર માટે શહેરની અેક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તબીબોઅે અંદાજે દોઢ કલાકની શસ્ત્રક્રિયા કરી બાળકીની સારવાર કરતાં હાલમાં તેની હાલત સુધારા પર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જોકે બનાવ સંદર્ભે અા લખાય છે ત્યાં સુધી કોઇપોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

બાળકીને ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગંભીર રીતે ઘવાતાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

પુત્રીની હાલત જોઇ પિતાની તબિયત લથડી
વ્હાલસોયી પુત્રીને ગંભીર ઇજાઅો થઇ હોવાનું સાંભળીને તેના પિતા સચિન જગતાપ તુરંત હોસ્પિટલ ખાતે દોડી અાવ્યાં હતાં. જોકે બાળકીની હાલત જોઇને તેમની પણ તબિયત લથડી હતી. જોકે તબીબોઅે તેમને પ્રાથમિક ઉપચાર અાપતાં બાદમાં તેઅો સ્વસ્થ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો