તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં પીવાના પાણીનો દુકાળ ભુતકાળ બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પાણીદાર બને અને પીવાના પાણીનો દુકાળ ભુતકાળ બને તેવા લક્ષ્ય સાથે લોક સહકારથી રાજ્‍ય સરકાર જળસંચય માટે કટિબધ્‍ધ તેમ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સુજલામ સુફલામ યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં રૂા.૬૭૪.૬૭ લાખના ખર્ચે જળ સંચયના ૩૨૧ કામો હાથ ધરવામાં આવશે.

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામેથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજયના ગૃહ અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ઉમરાજ ગામે આયોજીત સમારંભમાં ગત વર્ષમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંગર્તગ સારૂ કામ કરનાર સરપંચોને સન્માનિત કરાયાં હતાં. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત પાણીદાર બને અને પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બને તેવા લક્ષ્ય સાથે લોસહકારથી રાજ્‍ય સરકારની જળ સંચય માટે કટિબધ્ધ છે. ભરૂચ જિલ્લામાં રૂા.૬૭૪.૬૭ લાખના ખર્ચે જળ સંચયના કુલ ૩૨૧ કામો હાથ ધરાશે. જેમાં મુખ્‍યત્‍વે જળસંગ્રહના કામો જેવા કે તળાવઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્‍ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, નદીઓના કાંઠા પર વૃક્ષારોપણ, ચેકડેમો રીપેરીંગ, જળાશયોમાંથી કાપ કાઢવાનું સહિત પીવાના પાણીનો બગાડ રોકવા માટે જનજાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના અંતમાં તાજેતરમાં પુલવામાં થયેલાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામેથી રાજયના ગૃહ અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો