Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રક પાર્ક કરી રસ્તો પાર કરતા ડ્રાઇવરનું કારની ટક્કરે મોત
દહેજમાં આવેલી મિરાજ કંપની સામે એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઉભી રાખી ચાલતાં રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાનમાં એક કાર ચાલકે તેને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું.
અલથાણા ખાતે આવેલી ચાઇના ટાઉન સોસાયટીમાં રહેતાં દશરથ પરસોત્તમ પટેલનો
ડ્રાઇવર સુબેદાર રાજનાથ યાદવ તેમની ટ્રક લઇને દહેજની મિરાજ કેમિકલ કંપનીમાં કામ અર્થે ગયો હતો. દરમિયાન તેઓએ
તેમની ટ્રક પાર્ક કરી સુબેદાર રસ્તો ઓળંગી રહ્યો હતો. તે વેળાં એક કાર ચાલકે તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. બીજા ડ્રાઇવર નવલે તેને તાત્કાલિક
સારવાર માટે 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતાં તેને
ત્યાંથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું.
દહેજમાં આવેલી મિરાજ કંપની પાસે બનેલી ઘટના