તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકાના ટોર્ચરથી ધો.6ની વિદ્યાર્થિની ઘરેથી ભાગી ગઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચના પશ્ચિમ વિસ્તારની કોન્વેન્ટ સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળકી શિક્ષિકાના માનસિક ટોર્ચરથી ગુરુવારે ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ જાણ કરતાં એ ડિવિઝન પોલીસે શહેરના જુદાજુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. 17 કલાક બાદ વિદ્યાર્થિની મહારાષ્ટ્રના પૂણેથી મળી આવતાં હાશકારો થયો હતો. માતા-પિતા દીકરીને લેવા પૂણે પહોંચ્યા છે. બાળકી ગુમ થવા અંગે શિક્ષિકા તેમજ શાળા સંચાલકોનું મંતવ્ય જાણવા પ્રયાસ કરતાં તેમનો સંપર્ક થયો ન હતો જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલો તેમના સુધી નહીં પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું.

ભરૂચના વેપારીના ચાર સંતાનો પૈકી 11 વર્ષની પુત્રી નીકિતા ( નામ બદલ્યું છે) કોન્વેન્ટ સ્કૂલમાં ધો. 6 માં અભ્યાસ કરે છે. તેને વર્ગ શિક્ષિકા અવાર-નવાર કોઈને કોઈ બાબતે રોક ટોક કરીને બોલાવતા હોવાથી તેને ગમતું ન હતું. તેણે શિક્ષિકા માનસિક ટોર્ચર કરતા હોવાની માતાને ફરિયાદ પણ કરી હતી.જોકે, માતાએ તારી કઈ ભૂલ હશે, આપણે સીધા રહેવાનું તેમ કહી વાત ટાળી દેતા તેને સ્કૂલમાં જવાનું ગમતું ન હતું. દરમિયાન ગુરુવારે સવારે 7:30 વાગે નીકિતા ઘરેથી તેની નાની બહેન સાથે સાયકલ લઈને સ્કૂલે જવા નીકળી હતી. તેણીએ નાની બહેનને તું જા હું આવું છું કહીને મોકલી આપ્યા બાદ તે સ્કૂલમાં નહિ જઇ ગુમ થઈ ગઈ હતી. બપોર સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ બાદ માતા-પિતાએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને વિદ્યાર્થિનીની તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોડીરાત્રે પિતા પર મહારાષ્ટ્રના પૂણેથી એસટી ડેપો કન્ટ્રોલરે કોલ કરી તમારી પુત્રી અહીંયા છે તેમ જણાવતા રાહતનો શ્વાસ લીધો હતો. દીકરીને શિક્ષિકા કેવા પ્રકારનું માનસિક ટોર્ચર કરતા હતા તે અંગે વિદ્યાર્થિનીના પિતાએ વધુ ખુલાસો કર્યો ન હતો.

મોડી રાત્રે પૂણેથી વિદ્યાર્થિની મળતાં હાશકારો, માતા-પિતા દીકરીને લેવા પહોંચ્યા

ભરૂચના વેપારીની દીકરી નાની બહેનને સ્કૂલમાં જવાનું કહીને પોતે જ ગુમ

દીકરીએ સાયકલ રેલવેના પાર્કિંગમાં મૂકી, ટ્રેનમાં બેસી પૂણે પહોંચી ગઇ

મારી પુત્રી ગુરુવારે સવારે ઘરેથી નાની બહેન સાથે સાયકલ લઈને સ્કૂલે જવા નીકળી હતી પરંતુ શાળાના શિક્ષિકાના ત્રાસથી તેને શાળાએ ન જવું હોવાથી શક્તિનાથ પાસે નાની બહેનને આગળ મોકલી દીધી હતી. ત્યારબાદ તે સાયકલને રેલ્વેના પાર્કિંગમાં મૂકીને મુંબઇ તરફ જતી ટ્રેનમાં વગર ટિકિટે પૂણેમાં રહેતા તેના મામાને ઘરે જવા નીકળી ગઇ હતી. પૂણે ડેપોમાં મોડી રાત્રે 12 વાગે પહોંચીને મામાના ઘરે જવાનું એડ્રસ પૂછતાં ત્યાં બેઠેલી એક મહિલાને શંકા ગઇ હતી. તેણે ડેપો કન્ટ્રોલમાં દીકરીને બેસાડી કડક શબ્દોમાં પૂછતાં તેણે તમામ હકીકત જણાવી હતી. કંટ્રોલરે મારા મોબાઇલ પર વીડિયો કોલિંગથી વાત કરાવતા મેં પૂણેમાં રહેતા સાળાને ત્યાં મોકલી આપ્યો હતો. અમે પણ પૂણે પહોંચી ગયા છે.(નીકિતાના પિતા સાથે થયેલી વાતચીતના આધારે)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો