તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય નિરિક્ષકે સમીક્ષા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી કરનારા 17 ઉમેદવારોએ તેમના પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે વહીવટીતંત્ર પણ 23મીએ થનારા મતદાન માટે સજજ બની રહયું છે. ભરૂચ બેઠકના કેન્દ્રીય નિરિક્ષકે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં.

ભરૂચ સંસદીય મત વિસ્‍તાર માટે નિમાયેલા કેન્‍દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષક ભરત યાદવ , ખર્ચ નિરીક્ષક પેરી વલ્લાલ, પોલીસ નિરીક્ષક અખિલ ચૌધરીએ કલેક્‍ટર કચેરીખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા સહિત સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મતદાન મથકોની સંખ્‍યા, મતદારોની સંખ્‍યા, ચૂંટણીલક્ષી તાલીમ, વેબકાસ્‍ટીંગ, ચૂંટણીફરજ ઉપર તૈનાત કરાનારા પ્રિસાઇડીંગ ઓફિસર-પોલીંગ ઓફિસર-માઇક્રો ઓબ્‍ઝર્વર, ડિસ્‍પેચીંગ-રીસીવીંગ સેન્‍ટર,શેડો એરિયામાં સંદેશાની આપલે માટે વૈકલ્‍પિક સુવિધા સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.પોલીસ નિરીક્ષક અખિલ ચૌધરીએ ભરૂચ જિલ્લામાં કાયદો અનેવ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તથા આદર્શ આચાર સંહિતાના ભંગનો કોઇ કેસ ન થાય તે જોવા સુચના આપી હતી. ચૂંટણી ખર્ચ નિરીક્ષક પેરી વલ્લાલએ ચૂંટણીખર્ચ નિરીક્ષણ માટે હાથ ધરાયેલી કાર્યપધ્‍ધતિ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું. જિલ્લા કલેક્‍ટર રવિકુમાર અરોરાએ ચૂંટણી સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર ધ્‍વારા થઇ રહેલી કામગીરી અને હાથ ધરાયેલા પ્રયાસોને વિગતે ખ્‍યાલ આપ્‍યો હતો.ભરૂચ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે અને તેમાં 15.64 લાખ મતદારો નોંધાયેલાં છે.

અન્ય સમાચારો પણ છે...