તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાવડી પાસે મુકેલાં ડબ્બા ઉંધા કરતા નુકશાન કરી દેતાં ધિંગાણું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જંબુસરના દેવકૂઇ ગામે રહેતો કાર્તિક શાંતીલાલ ઠાકોર તેના ઘરે હતો. તે વેળાં ગામના રમણ મોતી ઠાકોરે તેને ફોન કરી તમે લોકોએ અમારા સંબંધીના નાની તલાવડી પાસે મુકેલાં ગોળના ડબ્બા ઉંધા કરી ગોળ ફેંકી નુકશાન કર્યું છે કહી ધમકીઓ આપી હતી. દરમિયાનમાં રમણ તેમજ તેના સાગરિતો મુકેશ મનુ ઠાકોર, સુભાષ રમણ ઠકોર તેમજ મનુ મોતી ઠાકોરે તેના ઘરે ધસી આવી કાર્તિકને માર માર્યો હતો. તેને છોડાવવા તેના માતા-પિતા વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો.

ઘટનામાં રંજન ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ગામના સંજય ભરત ઠાકોરે તેમના ઘર સામે જોર જોરથી તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. રંજન તેમજ તેના પુત્ર સુભાષે તેમને ઝઘડો નહીં કરવા કહેવા જતાં સંજય તેમજ કાર્તિક શાંતિલાલ ઠાકોર તથા શાંતિલાલ ચંદુ ઠાકોરે તેમના પર હૂમો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બન્ને પક્ષની ફરિયાદના આધારે જંબુસર પોલીસે કુલ 7 જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

જંબુસરના દેવકુઇ ગામે બે પરિવારો બાખડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો