તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીના 150માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણની રાહબરીમાં સાહોલથી કરજણ ટોલનાકા સુધી સફળતાપૂર્વકનું આયોજન કર્યું હતું. સાહોલથી હાંસોટ,અંકલેશ્વર, ભરૂચ,નબીપુર,પાલેજ સહિત વિવિધ ગામોમાંથી યાત્રા પસાર થતા ઠેર-ઠેરથી યાત્રાનું સ્વાગત થયું હતું.

સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં યાત્રા પ્રવેશતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરીને યાત્રાનો આવકાર કરાયો હતો.જયારે હાંસોટ તાલુકાના રાયમાં ગામના ગાંધી વિચારને વરેલા અને વરિષ્ઠ ખેડૂત આગેવાન સ્વતંત્ર સેનાની હરીશ ભટ્ટ દ્વારા વિશિષ્ટ સ્વાગત કરી ગાંધીજીની રાયમા ગામની યાદો તાજીકરી ગાંધી વિચારધારાને પ્રસારાવવાના પહેરી પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

...અનુસંધાન પાના નં.2

સમગ્ર રેલી દરમિયાન યુવક કોંગ્રેસની સક્રિય ભૂમિકાને કારણે રેલી આકર્ષણ જમાવ્યું હતું. રેલી ભરૂચ શહેરમાં પ્રવેશતા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સેવાશ્રમ આશ્રમની મુલાકાત લઈ ત્યાં સરદારસાહેબ અને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપૂત છાત્રાલયમાં સગીત સંધ્યામાં ગાંધી ભજનોની સુરાવેલી બાદ યાત્રાનું રાત્રિરોકાણ થયું હતું. જયારે બીજે દિવસે સવારે રાષ્ટ્ધ્વજ ફરકાવી યાત્રાની શરૂઆતમાં શ્રવણ ચોકડીથી નબીપુર,પાલેજમાં ભવ્ય સ્વાગત સાથે કરજણ ટોલનાકા પાસે વડોદરા જિલ્લાને યાત્રા આગળ વધારવા સુપ્રત થઈ હતી. જેમાં માજી સંસદસભ્ય નારણભ રાઠવા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હજાર હતા. સમગ્ર રેલી દરમ્યાન જિલ્લા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા,હસુ પટેલ,યુનુસ પટેલ,રાજેન્દ્રસિંહ રાણા,મગન પટેલ,નાઝુ ફળવાળા,જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,સલીમ પટેલ,દિલાવર પટેલ,મુકેશ જૈન,કમરું પટેલ,સુલેમાન પટેલ,ડીસી સોલંકી, સુનિલ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.એ.આઈ.સી.સી ના સેક્રેટરી વિશ્વરજાન મોહનતી, પ્રદેશ સમિતિ તરફથી મૌલિન વૈષ્ણવ,માનસિંગ ડોડીયા અને હેમાંગ રાવલ યાત્રાનું સંચાલન કર્યું હતું.

ભરૂચ જિલ્લામાં ગાંધી સંદેશ યાત્રાનું આગમન થતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...