તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ તંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
6,000હેકટરમાં વાગરા તાલુકામાં મગનું વાવેતર

ભરૂચ | વાગરા તાલુકામાં સરકારે મગની ખરીદી માટે શરૂ કરેલાં કેન્દ્રમાં વ્યવસ્થિત કામગીરી નહિ થતાં 3,000 જેટલા ખેડૂતોનો 6 લાખ કવિન્ટલ મગનું વેચાણ નહિ થતાં તેઓ રોષે ભરાયાં હતાં. મગની ખરીદી માટે ચાર વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતાં ખેડૂતોએ ભરૂચમાં હલ્લો બોલાવ્યો હતો. 200થી વધારે ખેડૂતોએ શહેરના લીંક રોડ તથા દહેજ બાયપાસ રોડ પર ટ્રેકટરો મુકી દઇ 3 કલાક સુધી ચકકાજામ કરી દેતાં 5,000થી વધારે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. દહેજ બાયપાસ રોડ પર બંને તરફ 5 કીમીની કતાર લાગી જતાં સેંકડો વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે એક આગેવાનને ધકકે ચઢાવતાં રોષે ભરાયેલા ખેડૂતોએ એસઓજીના પીઆઇને ઘેરી લીધાં હતાં અને તેમની જીપની હવા કાઢી નાંખી હતી. આખરે એસપીએ સ્થળ પર દોડી આવી મોરચો સંભાળતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

ચાર શાળાઓના 500 મીટરના વિસ્તારમાં જ ચક્કાજામ કરાયો, બાળકો-વાલીઓ અટવાયા
ભરૂચના લિંક રોડ પર શ્રવણ વિદ્યાલય, ઉન્નતિ વિદ્યાલય અને સ્વામીનારાયણ ગુડવીલ સ્કૂલ તથા દહેજ બાયપાસ રોડ પર એમીટી સ્કુલ આવેલી છે. આ ચારેય સ્કૂલોના 500 મીટરના અંતરમાં બે સ્થળે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. સવારે 11 વાગ્યે 70 ટ્રેકટરોમાં ખેડૂતોએ ભરૂચ તરફ કુચ કરી હતી. બપોરે 1 વાગ્યે ભરૂચની શ્રવણ ચોકડીએ પહોંચી તેમણે ગણેશ ટાઉનશિપની સામે અને શ્રવણ ચોકડી પાસે ટ્રેકટરો મુકી દેતાં શક્તિનાથથી શ્રવણ ચોકડી અને દહેજ બાયપાસ રોડ બંધ થતાં શાળાએથી છુટેલા બાળકો તથા તેમને લેવા માટે આવેલા વાલીઓ રસ્તામાં જ અટવાઇ ગયાં હતાં.

વાગરાના 3 હજાર ખેડૂતોના 6 લાખ ક્વિન્ટલ મગ ટેકાના ભાવે ન ખરીદાતાં ભરૂચમાં 3 કલાક ચક્કાજામ
3,000ખેડૂતો દ્વારા તાલુકામાં મગનું વાવેતર

દહેજ જીઆઇડીસીમાં નોકરીએ જતાં કર્મચારીઓની બસો ટ્રાફિકમાં અટવાઇ પડી
ભરૂચ શહેર તથા જિલ્લામાંથી રોજના 3,000 જેટલા કર્મચારીઓ લકઝરી બસ તથા અન્ય વાહનોમાં દહેજ જીઆઇડીસીની કંપનીઓમાં નોકરી માટે જતાં હોય છે. ખેડૂતોના આંદોલનના કારણે નોકરીએ જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. ખેડૂતોના રસ્તા રોકો આંદોલનના પગલે દહેજની કંપનીઓમાં સેકન્ડ શિફટમાં જતાં કર્મચારીઓની બસો ટ્રાફિકમાં અટવાઇ પડી હતી. દહેજથી આવતાં અને જતાં ભારદારી તથા ભરૂચ શહેરમાંથી આવતાં અને જતાં વાહનો અટવાયાં હતાં. આંદોલન કરી રહેલા ખેડૂતો અને વાહનચાલકો વચ્ચે બોલાચાલીના પણ બનાવો બન્યાં હતાં.

ખેડૂતોના આંદોલનના પગલે બપોરે 1થી 4 વાગ્યા સુધી 5,000થી વધુ લોકોને હાલાકી
5,300રૂપિયા વેપારીઓનો કવિન્ટલનો ખરીદ ભાવ

પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે આંદોલન 3 કલાક સુધી ચાલ્યું
ભારત- પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલા તણાવના કારણે ભરૂચ જિલ્લાને હાઇ એલર્ટ કરાયો છે. તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને મહત્વના સ્થળોએ બંદોબસ્તમાં ગોઠવી દેવાયો છે. 200 જેટલા ખેડૂતોની સામે માત્ર 10 થી 15 પોલીસ કર્મચારીઓ હતાં. પોલીસે ખેડૂતોને રસ્તો ખુલ્લો કરી દેવા માટે સમજાવ્યાં હતાં પરંતુ તેઓ ટસના મસ થયાં ન હતાં જેના કારણે બપોરના 1 થી સાંજના 4 વાગ્યા સુધી લીંક રોડ અને દહેજ બાયપાસ રોડ પર ચકકાજામ રહયો હતો. જિલ્લામાંથી પોલીસ સ્ટાફ બોલાવીને બળપ્રયોગથી રસ્તો રોકી રહેલા ખેડૂતોને હટાવાયાં હતાં.

6,975રૂપિયા મગનો કવિન્ટલનો ટેકાનો ભાવ

ભરૂચ- દહેજ બાયપાસ રોડ પર બંને તરફ 5 કિમી સુધી સેંકડો વાહનોના પૈંડા થંભી ગયાં
06લાખ કવિન્ટલ મગ હજી વેચાયા વિનાના પડ્યાં

ટેકાના ભાવથી ખરીદી ન થાય ત્યાં સુધી કેન્દ્ર ચાલુ રાખો : ખેડૂતોનો રસ્તા પર અડીંગો
વાગરા તાલુકામાં 3,000 જેટલા ખેડૂતો 6,000 હેકટરમાં મગનું વાવેતર કરે છે. વેપારીઓ મગનો ભાવ પ્રતિ કવિન્ટલ 5,300 રૂપિયા આપે છે. જ્યારે ટેકાનો ભાવ 6,975 રૂપિયા છે. વાગરામાં ખરીદી કેન્દ્ર શરૂ થતાં માત્ર 1,500 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું. જ્યારે 1,500થી વધારેનું હજી બાકી છે. તમામ 3,000 ખેડૂતોના આશરે 6 લાખ કવિન્ટલ મગની ખરીદી ન થઇ જાય ત્યાં સુધી કેન્દ્ર શરૂ રાખવાની માંગ કરાઇ રહી છે. તેની સાથે જ રજીસ્ટ્રેશનની સમય અવધિ વધારવામાં આવે તેવી માંગ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

તસવીર - રાજેશ પેન્ટર

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતો પરના લાઠીચાર્જને વખોડયો
વાગરા તાલુકાના ખેડૂતોએ મગની ટેકાના ભાવથી ખરીદી કરવાની માંગ સાથે ભરૂચમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. શ્રવણ ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અન્ય આગેવાનોએ શ્રવણ ચોકડી ખાતે આંદોલન કરનાર ખેડૂતો પર પોલીસ દમનનો સખત શબ્દોમાં વિરોધ કરી ઘટનાને વખોડી નાંખી હતી.

04વખત વિવિધ સ્તરે ખેડૂતોએ રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો