તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં એક દિવસમાં તાપમાનનો પારો 6 ડીગ્રી સુધી ગગડયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હીમાચલ પ્રદેશમાં હિમવર્ષા તથા અપર એર સરકયુલેશનમાં લો પ્રેસરના કારણે ભરૂચમાં રવિવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહયું હતું. તાપમાનનો પારો 32 ડીગ્રી પરથી ઘટીને 26 ડીગ્રીએ પહોંચી જતાં લોકોને ગરમીથી રાહત સાંપડી હતી. શિયાળાની વિદાય બાદ હવે ગરમીની શરૂઆત થઇ ચુકી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં શિયાળાની વિદાય બાદ હવે ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ચુકી છે. આકાશ સ્વચ્છ બની જતાં તાપમાનનો પારો વધીને 32 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. તાપમાન વધતા દિવસે લોકો ગરમી અનુભવી રહયાં હતાં. હિમાચલપ્રદેશમાં હિમવર્ષા તથા અપર એર સરકયુલેશનમાં લો પ્રેસર થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી ભરૂચના આકાશમાં વાદળોની હાજરી જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણથી તાપમાનનો પારો ગગડીને 26 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. તાપમાનનો પારો ગગડતાં લોકોને ગરમીથી રાહત સાંપડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો