તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં તાપમાનનો પારો 40 ડીગ્રી : દર્દીઓ વધ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર કરી જતાં સન સ્ટ્રોક તથા અન્ય બિમારીઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. સિવિલ હોસ્પિટલમાં એપ્રિલના પહેલા બે સપ્તાહમાં જ અનેકવિધ રોગથી પીડાતાં 3,800 જેટલા દર્દીઓ નોંધાયાં છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં ૪૦ ડીગ્રી તાપમાન રહેતું હોવાથી લોકો અંગદઝાડતી ગરમીનો અનુભવ કરી રહયાં છે. ગરમી તથા પવનના કારણે લોકોને લુ લાગવાના બનાવો ધીમે ધીમે વધી રહયાં છે. રાહદારીઓ કે પ્રવાસીઓ ગરમીને કારણે બેભાન થઇને પડી જવાના પણ કેસ બની રહ્યા છે.

ગરમીના કારણે પેટની અને ચામડીને લગતા રોગોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. લુ લાગવા (સન સ્‍ટ્રોક)ના કેસોમાં સામાન્‍ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે. જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્‍યકિતનાં આરોગ્‍ય ઉપર વિપરીત અસરો કરે છે.

જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હૃદયનાં ધબકારા વધી જવા વગેરે લક્ષણો જોવા મળે છે. આમ ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર કરી જતાં ગરમીના કારણે એપ્રિલ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં 3,800 જેટલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઘરગથ્થુ વસ્તુઓથી લૂ લાગવાથી બચી શકાય
લુ લાગી હોય તો મેથીના લીલા પાન વાટીને શરીરે લગાડવાથી તેમજ કાચી કેરીને રાખમાં શેકી તેનો રસ કાઢી કાઢી સાકર સાથે પીવાથી લુ ની અસર ઘટે છે.શ્યામ તુલસીના ફૂલ ઠંડા પાણી સાથે લેવાથી લુથી રાહત મળે છે.

આકરા તાપમાં લૂથી બચવા માટે શું કરશો
ઓછા વજનવાળા અને હળવા કપડા પહેરવા,તડકામાં કામ કરવાનું હોય તો આછા કલરના કપડા પહેરવા, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું પ્રવાહી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું ,બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવા લેતા હોય તો વધારે કાળજી રાખવી, નાના બાળક અથવા કોઇપણ વ્યકિતને કારમાં બેસાડીને જવું ખુબ જ ખતરનાક છે. કારનું તાપમાન દશ મીનીટમાં જ ર૦ એફ વાતાવરણના તાપમાન કરતા ઉપર વધી શકે છે જે જીવલેણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...