તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ હાઇવે પર વગુસણા પાસેના પેટ્રોલપંપમાંથી 2.25 લાખની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ નેશનલ હાઇવે પર વગુસણા ગામ પાસે આવેલાં રીલાયન્સ પેટ્રોલપંપના ઓફિસમાંથી રાત્રીના સમયે કોઇ ગઠિયાએ એકાઉન્ટ રૂમમાં પ્રવેશી તિજોરીમાંથી 2.25 લાખની ચોરી કરી ગયો હતો. ઘટના અંગે નબીપુર પોલીસને જાણ કરાતાં ટીમે કર્મચારીઓની પુછપરછ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે પ્રાથમિક તબક્કે કોઇ જાણભેદુએ જ કારસો રચ્યો હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુર્યનારાયણ સોસાયટીમાં રહેતાં શ્યામ મુકુંદરાય દેસાઇ ભરૂચ નેશનલ હાઇવે પર વગુસણા ગામ ખાતેના રીલાયન્સ પેટ્રોલપંપ પર ઓપરેટર તરીકે નોકરી કરે છે. રાત્રીના સમયે તેમના સુપરવાઇઝરે ફોન કરી પેટ્રોલપંપ પર ચોરી થયાનું જણાવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તપાસ કરતાં સુપરવાઇઝર નરેશ વસાવાએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે પેટ્રોલપંપ પર ગાડીઓની ભીડ વધું હોઇ તે એકાઉન્ટ ઓફિસને લોક મારી ગાડીઓમાં પેટ્રોલ ભરવા ગયો હતો. જે બાદ તે પરત આવતાં એકાઉન્ટ રૂમનો દરવાજો ખુલ્લો હોવાનું તેમજ તિજોરીમાંથી રોકડા રૂપિયા 2.25 લાખની ચોરી થઇ હોવાનું તેમને માલુમ પડ્યું હતું. તસ્કરે કોઇ રીતે દરવાજો ખોલી અંદર પ્રવેશી દિવાલ પર લગાવેલાં ચાવીઓના બોક્ષમાંથી ચાવી મેળવી ચોરી કરી હોવાનું અનુમાન તેમણે લગાવ્યુંહતું. ઘટનાને લઇને તેમણે તુરંત નબીપુર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તબક્કે સમગ્ર મામલામાં કોઇ જાણભેદુંનો જ હાથ હોવાનો અનુમાન પોલીસે લગાવ્યું છે. જોકે ટીમે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પાસાઓની તપાસ હાથ ધરી ચોરીની વારદાતને અંજામ આપનાર ગઠિયાને જેર કરવાની કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો