તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ બાળકો માટે યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિકસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ ખાતે જીલ્લા કક્ષાનો સ્પેશિયાલ ઓલમ્પિકસ જી.એન.એફ.સી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો. જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ,સર્વશિક્ષા અભિયાન, ડાયેટના કોસંબા શૈશવ અંકલેશ્વરના 238 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

બાળકોએ 25 મી, 50 મી,100 મી, 200 મી તથા 400 મી.દોડ અને વોક, સોફ્ટબોલ થ્રો,ગોળાફેંક, લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિંટન, ટેબલ ટેનીસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો. ડી.ડી.ઓ ક્ષિપ્રા અગ્રેએ મશાલ પ્રજવલિત કરીને રમતોની શરૂઆત કરાવી હતી. રમતમાં પ્રથમ ત્રણ નંબર લાવનાર બાળકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને 4 થી 8 નંબર લાવનાર બાળકોને પાર્ટિશીપન રીબીન તથા રજીસ્ટર બાળકોને કેપ અને ટીશર્ટ તથા એલએનજી પેટ્રોનેટ દ્વારા દરેક બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. રમતોનું આયોજન એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનઅને કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સ્પે.ઓલમ્પિકસ ગુજરાત દ્વારા કરાયું હતું. નિવૃત સૈન્ય અધિકારી મૂળજી પટેલ, એલએનજી પેટ્રોનેટના સુમીતભાઈ , આરતી ઈન્ડસ્ટ્રીઝ પ્રવીણભાઈ તથા કલરવ સ્કૂલના પ્રમુખ પ્રવીણ મોદી અને નીલા મોદી હાજર રહ્યા હતા. જંબુસરની કોલેજના ડી.એચ.વાઘેલાને સ્પે.ઓલમ્પિકસ વર્લ્ડ સમરગેમમાં કોચ તરીકે પસંદગી પામતા તેમનું સન્માન કરાયું હતું.

ભરૂચના GNFC સ્પોટર્સ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિકસનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો