ઘરમાં રહેવા બાબતે પુત્રનો પિતા પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના ધોળીકુઇ બજાર લુહારીશેરી ખાતે રહેતાં72 વર્ષિય ઇસ્માઇલ મુસાભાઇ મન્સુરી તેમના ઘરે હતાં. તે વેળાં સવારના સમયે તેમના પુત્ર સાહિલે તેમની સાથે અચાનક ઝઘડો કર્યો હતો. તેણે તેના નાનાભાઇ-ભાભીને ઘરમાંથી કાઢી મુકવા અને મકાન મને જોઇએ છે તેમ જણાવી અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. મામલો ગરમાતાં તેણે આવેશમાં આવી જઇ તેના પિતાને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...