તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ધોળેદહાડે બંધ મકાનમાં તસ્કરોનો રૂા. 2.16 લાખનો હાથફેરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર રોડ પર અાવેલી જ્યોતિનગર - 1 સોસાયટીમાં રહેતાં અેક શખ્સના બંધ મકાનનું તાળું તોડી તસ્કરોઅે ભરબપોરે કુલ 2.16 લાખની ચોરી કરી ગયાં હતાં. બનાવ સંદર્ભે શખ્સને તેની બહેને જાણ કરતાં તેણે સ્થળ પર દોડી અાવી ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર જ્યોતિનગર સોસાયટી ખાતે રહેતાં અાનંદ રમેશ ગામીત ઝઘડિયાની અેક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની પત્ની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અેમઇડીમાં અભ્યાસ કરે છે. તેમના બે માળના મકાન પૈકી નિચેના ભાગે તેઅો તેમના બે સંતાનો સાથે રહે છે. જ્યારે તેમની માતા તેમજ બહેન ઉપરના માળે રહે છે. દંપતિ અભ્યાસ અને નોકરી અર્થે ઘરેથી જતી વેળાં ઘરને તાળું મારી ચાવી ઉપર રહેતાં માતા-બહેનને અાપીને જતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે બપોરના સમયે તેની બહેનને તેમના રૂમના દરવાજાનું તાળું તુટેલું હોવાનું જણાતાં અાનંદને જાણ કરી હતી. અાનંદે ઘરે પહોંચી તપાસ કરતાં ઘરમાંથી 2.04 લાખના સોનાના તેમજ 4 હજારની મત્તાના ચાંદીના દાગીના અને 10 હજાર રોકડા મળી કુલ 2.16 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો