કોંઢ ગામે અનાજ કરિયાણાની દુકાનમાંથી તસ્કરોનો હાથફેરો

Bharuch News - smugglers smuggle from a grain grocery store in kondh village 060543

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામની એેક અનાજ કરિયાણાની દુકાનને તસ્કરોએ નીશાન બનાવી દુકાનમાંથી ખાંડની બાચકી, તેલનો ડબ્બો સહિત જીવન જરૂરિયાતની કુલ 20 હજારની મત્તાની સામગ્ર ચોરી કરી તસ્કરો પલાયણ થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનોનોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામે ગુજરાતી સ્કૂલ પાસે રહેતાં શબ્બીર ઇસ્માઇલ પાંડોર તેમના ઘરની સામે જ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓએ દિવસભર દુકાન ચાલુ રાખ્યાં બાદ રાત્રીના આઠેેક વાગ્યાના અરસામાં દુકાનને તાળું મારી ઘરે ગયાં હતાં. જે બાદ સવારે ઉઠીને દુકાનમાં જતાં દુકાનનો નકુચો તુટેલો હોવાુનં જણાયું હતું. તેમણે અંદર જઇ તપાસ કરતાં દુકાનમાંથી કરિયાણાનો સામાન ચોરીએ ગયો હોવાનું ...અનુસંધાન પાના નં.2

માલુમ પડ્યું હતું. તસ્કરોએ રાત્રીના સમયગાળામાં દુકાનમાંથી ખાંડની ગુણ તેમજ તેલના ડબ્બા સહિત વિવિધ કંપનીઓના સાબુ, તેલ સહિતનો કુલ 20 હજાર ઉપરાંતનો સામાન ચોરી કર્યો હોવાનું જણાયું હતું. તસ્કરોએ એકસાથે આટલો બધો સામાન ચોર્યો હોઇ તેઓ કોઇ વાહન લઇને આવ્યાં હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. ત્યારે બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાાદ નોંધાવતાં પોલીસે ગુનોનોંધી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

X
Bharuch News - smugglers smuggle from a grain grocery store in kondh village 060543
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી