તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાના ઢુંઢાથી ચંદન ચોરીના કરસામાં 6 આરોપીઓ ઝડપયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકામાં આવેલાં ઢુંઢા ગામે તેમજ ગુમાનદેવ મંદિરના પટાંગણમાંથી કુલ 21 ચંદનના વૃક્ષો કપાયાં હતાં. ચંદન ચોર ટોળકીઅ વૃક્ષો કાપી લાકડા ચોરી કરી જતાં તેમણે ઝઘડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં ભરુચ એલસીબીની ટીમે ચંદનના વૃક્ષો કાપવાની ફિરાકમાં નીકળેલી ટોળકીના 7 સાગરિતોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં ગુમાનદેવ મંદિરની ટ્રસ્ટની જમીનમાં લગાવવામાં આવેલાં ચંદનના 21 વૃક્ષો ગત 17મી માર્ચની રાત્રીએ કોઇ ચંદન ચોર ટોળકી કાપીને લઇ ગઇ હતી. બનાવને પગલે મંદિરના ટ્રસ્ટી બહારગામ હોઇ જેતે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી. દરમિયાન ગઇકાલે રાત્રી તેઓ ઝઘડિયા આવતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ઝઘડિયા તાલુકાના જ ઢુંઢા ગામની ખેતરમાં ખેતરમાલિકો દ્વારા ચંદનના ઝાડ લગાવેલાં હતાં. જોકે ગત 15મી માર્ચની આસપાસમાં રાત્રીના સમયે ચંદન ચોર ટોળકી તેમના ખેતરમાંથી 4 ચંદનના વૃક્ષો કાપી ગયાં હતાં. જે અંગે તેમણે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમ રાત્રીના સમય ઉમલ્લા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાની ...અનુસંધાન પાના નં.2

ફિરાકમાં ફરતી ટોળકી અંગે તેમને બાતમી મળતાં ટીમે ચંદન ચોર ટોળકીના 7 સાગરીતોને ઝડપી પાડી તેમની પાસેથી 26 હજારની મત્તાના ચંદનના લાકડાના ટુકડા, તેમજ રોકડા રૂપિયા, મોબાઇલ, બાઇક તથા કાર મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ તમામના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ગુમાનદેવ અને ઉમલ્લામાંથી કુલ 21 વૃક્ષ કપાયાં હતાં
અન્ય સમાચારો પણ છે...