તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદના બોડકા ગામે ટેમ્પોએ ટક્કર મારતાં શ્રમજીવીનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદના તાલુકા બોડકા ગામ નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈકને ટકકર મારતાં શ્રમજીવીનું મોત નીપજયું હતું જયારે અન્ય બેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બંનેની હાલત નાજુક હોવાથી વડોદરા એસએસજીમાં રીફર કરવામાં આવ્યાં છે.

ભરૂચના હિંગલ્લા ચોકડી ખાતે આવેલી સરસ્વતી બીલ્ડકોન કંપનીમાં રોડ બનાવાની કામગીરી કરે છે. કંપનીમાં દિનેશ દાના ખરાડી,લક્ષ્મણ રણછોડ પાંડોર તથા ભલા પુનિયા ભુરીયા છેલ્લા પાંચ દિવસથી રોડ બનાવાની મજુરી કામ કરે છે. રવિવારના રોજ કંપનીના સુપરવાઈઝરે ત્રણેવને કામ અર્થે વેડચા જવાનું કહ્યું હતું તેઓ કંપનીની બાઈક લઈને જવા નીકળ્યાં હતા.તે દરમિયાન બોડકા ગામના નાળા નજીક આઈસર ટેમ્પો ચાલકે પૂર ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારીને અકસ્માત સર્જીને ભાગી ગયો હતો.જેમાં દિનેશ દાના ખરાડીને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું.જયારે અન્ય બે લોકોને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં મોકલી આપ્યાં હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ફરાર ટેમ્પો ચાલાકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો