તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના ગેરેજ માલિકની હત્યા કરનારો શાર્પ શુટર ઝારખંડથી ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના રોશનીનગરના ગેરેજ માલિકની માથામાં ગોળી મારી હત્યા કરનારા શાર્પશુટરને પોલીસે ઝારખંડમાંથી ઝડપી પાડયો છે. દિવાળીના સમયે ગેરેજ સંચાલક અને તેમના ઘરની નજીક રહેતા યુવાન વચ્ચે ચોરીની બાઇક બાબતે ઝગડો થયો હતો જેની રીસ રાખી પાડોશી યુવાને એક લાખની સોપારી આપી હતી. પોલીસે અગાઉ સોપારી આપનાર તથા તેના ભાઇની ધરપકડ કરી હતી. હત્યાના ગુનામાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીને ઝડપીને જેલભેગા કરી દેવાયાં છે.

અંકલેશ્વરના રોશનીનગરમાં રહેતાં સમીમખાન જમીલખાન મુલદ ચોકડી વિસ્તારમાં ગેરેજ ધરાવતાં હતાં. 12મી જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે તેમની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં મૃતક સમીમખાનના ઘરની નજીકમાં રહેતો અને મુળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના સનગાવનો રહેવાસી મોહંમદસાહબાન અસરૂલ ઉર્ફે પીર મહંમદ શેખ તથા તેના સગા મોટાભાઇ મોહંમદરીઝવાન અસરૂલ શેખની ધરપકડ કરી હતી. બંને આરોપીની પૂછપરછમાં સમીમખાનની હત્યા માટે સુરતના વાલંજા ગામે ફેબ્રીકેશનનું કામ કરી ચુકેલા મહોમંદ સિરાજ ઉર્ફે

...અનુસંધાન પાના નં.2

રોની મહમંદ સમીમ અંસારી ( રહે. શ્રીરામપુર, જી. ઘનબાદ, ઝારખંડ)ને સોપારી આપવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી. ભરૂચ પોલીસની એક ટીમે ઝારખંડમાં છાપો મારી રોનીને ઝડપી પાડયો છે. હત્યામાં વપરાયેલો દેશી તમંચો પોલીસે મહંમદશાહબાનના ઘરેથી કબજે લીધો છે. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન.ઝાલા, પીએસઆઇ એ.એસ.ચૌહાણ તથા તેમની ટીમે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી અત્યાર સુધીમાં 3 આરોપીને જેલભેગા કરી દીધાં છે. સમીમખાને તેમની પાડોશમાં રહેતાં મોહંમદશાહબાન ઉપર બાઇકચોરીનો આરોપ લગાવતાં બંને વચ્ચે સંબંધો વણસ્યા હતાં અને મામલો સમીમખાનની હત્યા સુધી પહોંચી ગયો હતો.

રોની સમીમખાનની હત્યા કરવા માટે નોઇડાથી આવ્યો હતો
મોહંમદસાહબાન અને શાર્પ શુટર રોની બંને ફેબ્રીકેશનનું કામ કરતાં હોવાથી એકબીજાને ઓળખતાં હતાં. સમીમખાનની હત્યા માટે રોની નોઇડાથી અંકલેશ્વર આવ્યો હતો અને આઠ દિવસ જેટલું રોકાયો હતો. આ દરમિયાન તેની રહેવાની વ્યવસ્થા શાહબાનના મિત્રને ત્યાં જીઆઇડીસી વિસ્તારમાં કરાઇ હતી. રોની અને શાહબાને સાથે રહીને સમીમખાનના મકાન તેમજ આસપાસના વિસ્તારની રેકી કરી હતી. સમીમના માથામાં ગોળી મારી તેના વતનમાં નાસી છુટયો હતો.

શાહબાને જ દેશી તમંચો પુરો પાડ્યો હતો, હત્યા પહેલા ફાયરીંગની પ્રેક્ટિસ કરાઇ
સમીમખાનની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલો દેશી તમંચો શાહબાને રોનીને આપ્યો હતો. તમંચો મળતાં જ રોનીએ તેમાંથી ફાયરીંગની પ્રેકટીસ કરી હતી. હત્યા માટે વપરાયેલો તમંચો પોલીસે શાહબાનના ઘરેથી કબજો લીધો છે. દેશી તમંચો અને કારતુસ શાહબાને તેના વતનના ગામ સનગાવમાં રહેતાં આસીફ ઉર્ફે ગોલુ પાસેથી મેળવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.

અંકલેશ્વરના ગેરેજ માલિકની હત્યા કરનારા શાર્પશુટરને પોલીસે ઝારખંડથી ઝડપી પાડયો છે. હત્યા માટે તેને એક લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો