તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ અને નર્મદા જિલ્લામાં શક્તિના પર્વ નવરાત્રીનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માં જગદંબાના ઉપાસના પર્વ નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થયો હતો. જોકે આગલા દિવસ સુધી સતત વરસેલા વરસાદને પગલે ભરૂચ અંકલેશ્વરનાં ગરબા ગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો થતાં પ્રથમ દિવસે ખેલૈયાઓ થોડા નિરૂત્સાહી જોવા મળ્યા હતા. જ્યારે રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરે પ્રથમ દિવસે જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

આસોસુદ પડવાથી શરૂ થયેલા નવરાત્રિ પર્વના પ્રથમ દિવસે માહોલ થોડો ફીક્કો જણાયો હતો. બંને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ગરબા આયોજકો સાથે ખેલૈયાઓ પણ ચિંતિત હતા. જોકે રવિવારે વરસાદે જિલ્લામાં વિરામ લેતાં અંશતઃ રાહત અનુભવાયી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં આયોજીત વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે હજી પણ થોડું કિચડ હોવાતી પ્રથમ દિવસે ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી.

રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે ભાતીગળ મેળાનો સવારથી જ પ્રારંભ થયો છે. આ નવરાત્રીમાં માતાજીના મંદિરે 10 દિવસમાં 5 લાખથી વધુ ભક્તો દર્શન કરવા આવે છે. સાથે ભક્તો ત્રણ ટાઈમ આરતી ભરવા પણ મોટી સંખ્યામાં હાજરી પુરાવે છે. તેના માટે તંત્રએ પણ પુરતી વ્યવસ્થા ગોઠવી દીધી છે. નર્મદા પોલીસે પણ સુરક્ષા સજ્જ કરી દીધી છે. હરસિદ્ધિ માતાના મંદિરે ચો તરફ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે અને નાઈટ વિઝન આઈ.પી કેમેરા થી સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે. જાહેર રોડ પર ભરાતા આ ભાતીગળ મેળાને લઈને ડાર્યવર્ઝન પણ આપમાં આવ્યું છે જેથી ટ્રાફિક જામ ના થાય અને મેળાના માર્ગમાં વાહનો પર પ્રતિબંધ ફરમાવવા માં આવ્યો છે.

હરસિદ્ધિ માતાના 30 હજાર ભક્તોએ દર્શન કર્યા
રવિવાર અને નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી રાજપીપળામાં ભક્તોની ભીડ જામી હતી. હરસિદ્ધી મંદિરથી ખુબ લાંબી લાઈમાં ભક્તો દર્શનાર્થે ઊભા રહ્યા હતા. બે કલાકે દર્શનની તક ભક્તોને મળી હતી. વરસાદ વચ્ચે પણ ભક્તો લાંબી કતારોમાં ઉભા રહ્યા હતી. એક જ દિવસમાં 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પહેલા દિવસે માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના ફોટા, પ્રસાદ લેવા પણ ભક્તોની પડાપડી રહી હતી. જોકે હરસિધ્ધિ માતાના મંદિરે યુવા મંડળ વ્યવસ્થાપક કમિટી અને સ્વયંસેવકો પણ કામે લાગી ગયા હતા. 10 દિવસ માતાજીના મંદિરે ભક્તોની ચહલ પહલ રહેશે.

અન્ય સમાચારો પણ છે...