ગોવાલી ગામમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયા તાલુકાના ગોવાલી ગામ ખાતે ઝગડીયા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના સમાજ અને સમસ્ત ગોવાલી ઠાકોર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નોઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, ગતરોજ તા.૧૨.૫.૧૯ના રોજ પંચમુખી હનુમાનજી આશ્રમ ગોવાલી ખાતે સમૂહ લગ્ન યોજાયો હતો.જેમાં ૧૪ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત વડીલોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક સમાજ નાણાં ભીડમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે લગ્ન જેવા સામાજિક ઉત્સવમાં ખુબ ખર્ચ થાય છે તેવા સમયે સમૂહ લગ્ન એક ઉત્તમ ઉપાય છે. સમૂહ લગ્ન ના આયોજક મહેશ ઠાકોર, રાજેશ ઠાકોર, સમિતિના પ્રમુખ નરેશ ઠાકોર, મહામંત્રી નગીન ઠાકોરે ચોથા સમૂહ લગ્નોઉત્સવનું આયોજન કર્યું હતું. ભરૂચ,વડોદરા અને સુરત જિલ્લાના ગામોમાંથી જ્ઞાતિજનો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...