તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમોદમાં મહેમાન બની આવેલી જંબુસરની વૃદ્ધાનું આત્મવિલોપન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદના તાલુકા પંચાયત નવી વસાહત ખાતે રહેતાં લક્ષ્મીબેન નગીનભાઇ સોલંકીના મામી સાસુ જમનાબેન નાગજી સોલંકી જંબુસર તાલુકાના વેડચ ગામે રહે છે. તેઓ એકલાં હોઇ બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ આમોદ ખાતે લક્ષ્મીબેનના ત્યાં આવ્યાં હતાં. જમનાબેનની ઉમર 75 વર્ષ આસપાસની હોવા સાથે તેઓ માનસિક રીતે અસ્થિર રહેતાં હતાં.

દરમિયાન આજે સવારે તેઓ કોઇ રીતે ઘરેથી આમોદમાં જ આવેલાં બાળમંદિર પાસે પહોંચી ત્યાં પોતાના ઉપર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આસપાસના લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવી તેમજ કપડાં નાંખી આગ ઓલાવવાની કોષિશ કરી હતી. જોકે તેઓનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે આમોદ પોલીસને જાણ થતાં તેઓએ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમણે કયાં સંજોગોમાં આંત્યેતિક પગલું ભર્યું હતું. તેની વિગતો મેવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...