Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સારસા ગામે અાંકડાનો જુગાર રમાડતો અેક ઝડપાયો
ઝઘડિયા તાલુકામાં અાવેલાં સારસા ગામે અાંકડાનો જુગાર રમતાં અેક શખ્સને રાજપારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેણે રાજપારડીના મહંમદશા ઉર્ફે હાજી મદારશા દિવાનને અાંકડો લખાવતો હોવાનું જણાવતાં પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપાડરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં સારસા ગામે પહોંચતાં અેક શખ્સ પાનપડીકીના ગલ્લાની અોથમાં બેસી અાંકડો લખતો હોવાનું જણાતાં પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલં શખ્સની પુછપરછ કરતાં કમલેશ શાંતી વસાવા (રહે. નવુ ફળિયુ, સાસરા) હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે અાંકડા લખવાની ચીઠ્ઠીઅો તેમજ રોકડ જપ્ત કરી તે અાંકડા કોને લખાવતો હતો તે અંગ પુછપરછ કરતાં તેણે મહંમદશા ઉર્ફે હાજી મદારશા દિવાન (રહે. રાજપારડી)ની કબુલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.