તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂકરવાડામાં 21 હજારના દારૂ સાથે ખેપિયો પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંજના સમયે પ્રોહિબીશન તેમજ જુગારની ડ્રાઇવને લઇને પેટ્રોલિંગમાં હતી. તે વેળાં કુકરવાડા ગામે હનુમાનજી મંદિરના પાછળના ભાગે નર્મદા નદી કિનારે વિદેશીદારૂની હેરાફેરી થઇ રહી હોવાની ચોક્કસ બાતમી તેમને મળી હતી.જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી જતાં નરેશ ઉર્ફે રાવ ધીરજ પટેલ(રહે. નવી વસાહત, કુકરવાડા) નામનો શખ્સ વિદેશીદારૂ સાથે મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેનો કુલ 21 હજારનો વિદેશીદારૂનો જથ્થો તેમજ એક મોબાઇલ મળી કુલ 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કુકરવાડાના જ સતિષ ડાહ્યા પટેલના કહેવાથી તેણે અંક્લેશ્વરના તાડિયા ગામના ધર્મેશ પટેલ નામના બુટલેગર પાસેથી માલ લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેના પગલે એલસીબીએ 3 વિરૂદ્ધ બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો