ભરૂચની અયોધ્યાનગરના કોમન પ્લોટમાં ફરીથી બાંધકામ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના કોમન પ્લોટમાં અગાઉ તોડી પડાયેલા બાંધકામો ફરીથી બાંધવામાં આવી રહયાં છે. ગેરકાયદે બાંધકામો અંગે બૌડા નકકર કાર્યવાહી કરતી ન હોવાથી સોસાયટીમાં અંદરો અંદર ઝગડા થઇ રહયાં હોવાની રજૂઆત કલેકટરને કરવામાં આવી છે.

અયોધ્યાનગર સોસાયટીના ગજાનંદ પટેલ તથા અન્ય રહીશોના જણાવ્યા અનુસાર અયોધ્યાનગર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણોને થોડા સમય અગાઉ બૌડાએ તોડી પાડયાં હતાં. દબાણો દુર કર્યાના થોડા જ સમયમાં કેટલાક રહીશોએ કોમન પ્લોટમાં ફરીથી બાંધકામ શરૂ કરાવી દીધું છે. આ બાબતે બૌડાને ફરિયાદ કરવામાં આવતાં અધિકારીઓ બાંધકામ કરનારાઓને માત્ર મૌખિક સુચના આપી જતાં રહે છે. બૌડા ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરતું નથી તેના કારણે ગેરકાયદે બાંધકામો અટકવાનું નામ લેતાં નથી. કોમન પ્લોટ બાબતે તંત્રની નકકર કાર્યવાહીના અભાવે સોસાયટીના રહીશો વચ્ચે અંદરો અંદર ઝગડા થઇ રહયાં છે. થોડા સમય પહેલા જ સોસાયટીના કેટલાક રહીશો સામે એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...