તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ જિલ્લામાં ટેકાના ભાવે તુવેરનાં ખરીદ કેન્દ્રો શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્‍લામાં છ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આગામી તારીખ 1 જાન્યુઆરી 2020થી આ ખરીદ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તુવેર ખરીદીમાં ભરૂચ જિલ્લાના 6 જેટલા એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે રૂપિયા 5800 પ્રતિ ક્વિન્ટલ દીઠ ખરીદી કરવામાં આવનાર છે. જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે તૂવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોએ ઓનલાઇન નોંધણી નજીકના એપીએમસી ખાતે તથા નિગમના ગોડાઉન કેન્દ્રો ખાતે તારીખ 31 ડિસેમ્બર સુધી કરી શકાશે. જિલ્લામાં ભરૂચ, જગડીયા, વાલીયા, વાગરા, આમોદ અને જંબુસર તાલુકા ખાતેના એપીએમસીને ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...