ભરૂચ નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વપરાશ કરવા પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગર પાલિકા બાદ હવે સિંગલ યુઝ, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ નોટિફાઈડ વિભાગ પણ પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. ભરૂચ શહેર નજીક આવેલી જીઆઈડીસીમાં આવતા નોટિફાઈડ વિસ્તારોમાં પણ 50 માઈક્રોનથી ઓછી ગુણવત્તા વાળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

ભરૂચ જીઆઈડીસીના નોટિફાઈડ અધિકારી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં દુકાનદારો સામે કાર્યવાહી કરવાની ટીમને સૂચના આપી દીધી છે. આ વિસ્તારમાં આવેલા ફરસાણની દુકાન, ચ્હાની લારી, દવાની દુકાન બેકરી શોપ, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ તથા અન્ય નાની મોટી દુકાનોમાં તપાસ કરતાં 50 માઈક્રોન કરતાં ઓછી માત્રા વાળી પ્લાસ્ટિકની

...અનુસંધાન પાના નં.2

થેલીઓ મળી આવી હતી. આગામી સમયમાં જો ફરીથી આવા પ્રકારનું પ્લાસ્ટિક મળી આવશે તો તેવા દુકાનદારો-વેપારીઓ સામે નોટિફાઈડ વિસ્તારમાં તંત્ર દ્વારા જીપીએમસી એક્ટ અને સોલિડ વેસ્ટ રૂલ્સ 2016 અંતર્ગત કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.

2 ઓક્ટોબરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિથી ભરૂચ જિલ્લાભરમાં ઓછા માઈક્રોન વાળા પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. નગરલાપિલા, નોટિફાઈડ અને શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ ઉત્પાદક, વિક્રેતા કે વપરાશકર્તા આવા પ્લાસ્ટિક સાથે ઝડપાશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...