તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ-નર્મદામાં ઉત્તરાયણની તૈયારીઅો અાકાશમાં જામશે અાજે પતંગોનું યુદ્ધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ડીજેના તાલ અને ધાબા પાર્ટીઓના દોર વચ્ચે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલા આકાશ વચ્ચે મંગળવારે ઉત્તરાયણ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આકાશી યુદ્ધ ખેલવા શસ્ત્ર સરંજામ પતંગ અને દોરીની ખરીદી માટે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ પતંગ પર્વને આવકારવા માટે સજજ બન્યાં છે. મોંઘા ભાવની પતંગ દોરી વડે લોકો આકાશી પેચ લડાવવા માટે તલપાપડ થઈ રહ્યાં છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાથી લોકોએ અગાશીઓ અને ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમ લગાવી દીધી હતી. આજે મ્યુઝિક સિસ્ટમમાંથી રેલાતા મ્યુઝિક અને ધાબા ઉપર ખાણીપીણીની પાર્ટીઓ વચ્ચે જિલ્લાવાસીઓ પતંગ પર્વનો આનંદ ઉઠાવશે. સોમવારે ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ બજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. પતંગ તેમજ દોરીની અંતિમ ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડ્યાં હતાં. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, જંબુસર, વાલિયા, ઝઘડિયા, વાગરા, તિલકવાડા, આમોદ, રાજપીપળા, સાગબારા, સેલંબા, દેડિયાપાડા, કેવડિયા જેવા નગરોમાં પણ પતંગ ફિવર જોવા મળી રહ્યો છે. આ શહેરોમાં પણ પતંગ રસિકો મકરસંક્રાંતિ પર્વને મનાવવા તલપાપડ બની ગયા છે.

મોંઘવારી છતાં ઊંધિયાબજારમાં તેજીનો તોખાર
ભરૂચના ફરસાણના વેપારી રમેશભાઈએ જણાવ્યું હતું કે, શાકભાજીની કિંમતો વધવાના કારણે ઊંધિયાના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારો હોવા છતાં અત્યારથી જ અમારી પાસે ગ્રાહકોના ઓર્ડરોની ભરમાર લાગી છે. ઉત્તરાયણ નિમિત્તે જિલ્લાવાસીઓ હજારો કિલો ઊંધિયું ઝાપટી જશે.

પતંગરસિકોને પવન બપોર બાદ મજા કરાવશે
પવનદેવ ઉત્તરાયણ પર્વએ પતંગ રસિકોને સવારે પવનદેવનો સાથ નહિંવત રહેવાથી હવામાન વિભાગે આગાહી કરી છે ૧૪મીએ સવારે પવનની ગતિ પ્રતિ કલાકે માત્ર ર.૩ કિલોમીટર રહેવાની ભરૂચનાં મકતમપુર સ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગને સાંપડી છે. જો કે દિવસ આગળ ધપવા સાથે પવનની ગતિમાં પણ વધારો થતો રહેશે. બપોર બાદ પવનદેવ પતંગરસિકોને પર્વની મજા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો