Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાહનોની સ્પીડ 30 કિલોમીટરથી વધશે તો પોલીસ દંડ ફટકારશે
ભરૂચ-અંક્લેશ્વરના શહેરી વિસ્તારોમાં વધતાં અકસ્માતોના બનાવોને નાથવા માટે વહિવટી તંત્ર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભરૂચ શહેરના 13 તેમજ અંક્લેશ્વર શહેરના 6 વિસ્તારોને પ્રતિબંધિત ગતિ ઝોનમાં સમાવાયાં છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. ડી. પટેલે જાહેરનામું બહાર પાડી વહીવટી તંત્ર દ્વારા અલગ તારોલાં 19 વિસ્તારોમાં વાહનોની સ્પિડની મર્યાદા 30 કિમીની નિર્ધારિત કરી છે. જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ફોજદારી ગુનો નોંધવાની પણ જોગવાઇ કરી છે. સ્પીડ મર્યાદામાં હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોની આસપાસના રસ્તાઓનો સમાવેશ કરાયો છે.પોલીસ સ્પીડ ગનથી વાહનોના ગતિની માપણી કરશે. જોકે એક જ સ્પીડ ગન કેટલાક વિસ્તારમાં કામ કરશે તે જોવું રહ્યું.
ભરૂચ અને અંકલેશ્વરના કયા કયા વિસ્તારોને પ્રતિબંધિત ગતિ ઝોન જાહેર કરાયાં
}રોટરી કલબથી ધી કુડીયા જવાના રસ્તા સુધી
} ઈન્ડીયન પેટ્રોલપંપ થી વસંતમીલ ઢાળ સુધી
} વસંતમીલ ઢાળ થી સૈયદ વાડના નાકા સુધી
} સૈયદ વાડના નાકા થી મહંમદપુરા સુધી
}વસીલા બસ સ્ટેન્ડથી જુનાઈલ રીમાન્ડ હોમ સુધી
}પટેલ વેલ્ફેર હોસ્પીટલ કંપાઉન્ડ થી જંબુસર બાયપાસ
} સશાલીમાર હોટલથી હિતેશ નગરના વળાંક સુધી
} તાડખાડી થી ઓમ ટ્રેડીંગ સુધી
} ઝાડેશ્વર પોલીસ ચોકીથી સાંઈબાબા મંદિર સુધી
} ગણેશ ટાઉનશીપ થી શ્રવણ ચોકડી સુધી
} ગુડવીલ સ્વામિનારાયણ સ્કુલ થી પારલે પોલન્ટ સુધી
} મયુરી શો-રૂમથી નિરવનગર સોસાયટી સુધી
} પાંચબતી થી સ્ટેટ બેંક સુધી અંક્લેશ્વરા વિસ્તારો
} ચૌટાનાકાથી ભરૂચી નાકા ફાયર સ્ટેશન સુધી
} પિરામણનાકાથી ચૌટાનાકા સુધી
} શાક માર્કેટ ત્રણ રસ્તાથી પિરામણનાકા સુધી
} ONGCઓવર બ્રીજથી શાક માર્કેટ ત્રણ રસ્તા સુધી
} પ્રતિન ચોકીથી વાલીયા ચોકડી સુધી
} વાલીયા ચોકડીથી પ્રતિન ચોકીથી ગડખોલ પાટીયા સુધી
જાહેરનામાનો ઉલ્લંઘન કરનારા સામે ફોજદારી ગુનો નોંધાશે
ભરૂચ અને અંક્લેશ્વર શહેરના 19 વિસ્તારોને પ્રતિબંધિત ગતિ ઝોન જાહેર કરાયાં : સ્પીડ ગનથી માપણી કરશે