તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના મોનાપાર્કમાં ઘરમાં ચાલતાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલાં મોનાપાર્કમાં રહેતો શખ્સ તેના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતી હતી. જેના પગલે પોલીસે તેના ઘરે દરોડો પાડતાં જુગાર રમતાં 5 જુગારિયાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયાં હતાં. જેમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 19 હજાર તેમજ પાંચ મોબાઇલ તેમજ એક બાઇક મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ બી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસર બાયપાસ રોડ પર આવેલાં મોનાપાર્ક ખાતે રહેતો યુસુફ બખ્તિયા કાજી પોતાના ઘરમાં લોકોને ભેગા કરી જુગારનો અડ્ડો ચલાવે છે. જેના પગલે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં પ્રવેશ કરતાં જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે પોલીસે તમામ જુગારીયાઓ યુસુફ બખ્તિયાર કાજી, મિનહાઝ મહંમદ વઝીર સિંધા, ઇરફાન ઉર્ફે લાલો શબ્બીર સોલંકી, ...અનુસંધાન પાના નં.2

શબ્બીર ઉર્ફે સિકંદર બશીર ધિગલ તેમજ સૂહેલ વલી વોરા પટેલને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 18 હજાર તેેમજ 5 મોબાઇલ તથા એક બાઇક મળી કુલ 1.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...