તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં બે સ્થળે જુગારના અડ્ડા પર પોલીસની રેડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ શહેરના બે અલગ અલગ સ્થળે પોલીસે દરોડા પાડી અાંકડાનો જુગાર તેમજ પત્તાપાનાનો જુગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે બન્ને સ્થળેથી કુલ 4 શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના રાવળિયા ટેકરા પાસેના અેપાર્ટમન્ટ નજીક કેટલાંક શખ્સોઅે જાહેરમાં જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમીના અાધારે ભરૂચ અે ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતાં જુગારિયાઅોમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે ત્રણ જણાને ઝડપી પાડતાં તેમના નામ જિજ્ઞેશ રાજૂ રાવળ, હિતેશ દેવજી રાવળ તેમજ

...અનુસંધાન પાના નં.2

રાહૂલ દિનેશ જાદવ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 3 હજાર જપ્ત કરી ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજા બનાવમાં ભરૂચ શહેરના મુસાફર ખાના પાસે અેક શખ્સ અાંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમીના અાધારે પોલીસે સ્થળ પર રેડ પાડી હતી. પોલીસે ગુલામ હૂસેન ઉર્ફે પેંડો મહંમદ લારૂ (રહે. મોટા ડભોઇયાવાડ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 6 હજાર જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો