તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 127 કિમી દરિયાઇ કાંઠા વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ ઉઠી હતી. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસી આતંકવાદી કેમ્પોનો સફાયો બોલાવી દેતાં ભરૂચમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મોડી સાંજે યુવાવર્ગ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યાં હતાં.

પાકિસ્તાનમાં ભારતની એર સ્ટ્રાઇકના સમાચાર બાદ દેશભરમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહયો છે. ભરૂચની જંબુસર ચોકડી ખાતે સવારે મુસ્લિમ આગેવાનોએ એકત્ર થઇ ફટાકડા ફોડયાં હતાં. તેમણે ભારતીય વાયુસેનાની કામગીરીને બિરદાવી હતી. મંગળવારની સાંજે મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમણે શકિતનાથ સર્કલ નજીક રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોરી તેના પર બુટ ચંપલનો મારો ચલાવ્યો હતો તેમજ રોડ રોલર ફેરવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ ઢોલનગારા સાથે જશ્ન મનાવવામાં આવ્યો હતો.

મુસ્લિમ અાગેવાનોઅે સર્જીકલ એર સ્ટ્રાઇકને આવકારી
ભરૂચના મુસ્લિમ આગેવાનોએ સર્જીકલ સ્ટ્રાઇકને આવકારી છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘુસીને આતંકવાદીઓના કેમ્પનો સફાયો બોલાવી દેતાં આગેવાનો જંબુસર બાયપાસ ખાતે એકત્ર થયાં હતાં. વાયુસેનાના જવાનોની બહાદુરીને ફટાકડા ફોડી વધાવી લેવાઇ હતી. લોકોએ હીંદુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યાં હતાં.

3,000થી વધારે ઉદ્યોગોની સુરક્ષા પોલીસ તથા ખાનગી સિકયુરીટીના હવાલે
પાકથી 1,000 કિમી દૂર ભરૂચમાં અભેદ્ય સુરક્ષા કવચ
અંકલેશ્વર : જોખમી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ પર પોલીસ પહેરો
અંકલેશ્વર જીઆઇડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતાં 1,800 જેટલા ઉદ્યોગો આવેલાં છે. જેમાંથી 50 કરતાં વધારે ઉદ્યોગો જોખમી રસાયણોનું ઉત્પાદન કરી રહયાં છે. પોલીસે આવા ઉદ્યોગો પર પહેરો ગોઠવી દીધો છે. આ ઉપરાંત જીઆઇડીસીમાં આવેલા સાત એન્ટ્રીગેટ પર સીકયુરીટી ગાર્ડની સાથે પોલીસ તૈનાત કરાઇ છે. જીઆઇડીસીમાં નજર રાખવા 5 પીસીઆર વાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહી છે. દરેક ઉદ્યોગોને પણ ખાનગી સીકયુરીટી વધારી દેવા તાકીદ કરી દેવાઇ છે.

અંકલેશ્વર - વાગરામાં ખનીજતેલના કૂવાની સુરક્ષા માટે સીઆઇએસએફ તૈનાત
દહેજ : જેટી પર બંદોબસ્ત, કંપનીમાં કર્મીને આઇકાર્ડ વિના પ્રવેશ નહીં
અરબી સમુદ્રના કિનારે આવેલી દહેજ જીઆઇડીસીમાં 300થી વધારે ઉદ્યોગો આવેલાં છે. દહેજમાં દરિયાઇ માર્ગે માલની આયાત અને નિકાસ માટે 5 ખાનગી જેટી આવેલી છે. દહેજ - ઘોઘા વચ્ચે રોપેક્ષ ફેરી સર્વિસનું પણ અહીંથી સંચાલન થાય છે. દહેજની તમામ જેટીઓ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. ખાનગી સીકયુરીટી મારફતે સઘન ચેકીંગ કરવા એસોસીએશનને આદેશ આપી દીધો છે. કંપનીમાં આઇકાર્ડ વિના પ્રવેશ બંધ કરી દેવાયો છે. કર્મચારીઓના સામાનનું પણ ચેકિંગ કરાઇ રહયું છે.

એબીવીપીએ એર સ્ટ્રાઇકની ઉજવણી કરી
ભારતના વાયુદળે પાકિસ્તાનની સીમામાં ઘુસીએ આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કસક સર્કલ ખાતે એકત્ર થયેલાં વિદ્યાર્થીઓએ ઢોલનગારા વગાડી અબીલ ગુલાલની છોળો ઉડાવી હતી. તેમણે સુન લે બેટા પાકિસ્તાન, બાપ હે તેરા હિંદુસ્તાનન સહિતના નારા લગાવ્યાં હતાં.

કેવડીયા : સ્ટેચ્યુ અને ડેમ ખાતે ચેતક કમાન્ડો તૈનાત કરાયા
નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી મહત્વના પોઇન્ટ હોવાથી નર્મદા પોલીસ અને એસઆરપીની બટાલીયન નાં 1000 જેટલા પોલીસ જવાનો સુરક્ષા કરી રહ્યા છે ગુજરાત પોલીસના 400 થી વધુ જવાનો એસઆરપી ની 9 કંપનીની સુરક્ષા ઉભી કરાઈ છે. હાલની સુરક્ષામાં વધારો કરી ચેતક કમાન્ડો તૈનાત કરવામાં આવ્યાં છે. દરેક પ્રવાસી તથા તેમના વાહનના ચેકિંગ બાદ જ તેમને કેવડીયામાં પ્રવેશ આપવામાં આવી રહયો છે.

ભરૂચમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ઉપરથી રોલર ફેરવાયું
ભરૂચમાં પાકિસ્તાન પરના હુમલાની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે સાંજે શકિતનાથ સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયાં હતાં. તેમણે રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના પરથી રોડ રોલર ફેરવ્યું હતું. પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ પણ લાગ્યાં હતાં. એર સ્ટ્રાઇકની સંધ્યાએ ભરૂચમાં દેશભકિતિનો માહોલ જોવા મળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત
અાશ્રય સોસાયટીમાં શકિતયજ્ઞ યોજાયો
ભારતીય વાયુસેનાઅે પાકિસ્તાનમાં અાતંકવાદીઅોના કેમ્પોનો નાશ કરી નાંખતાં દેશભરમાં ખુશીનો માહોલ છે. પાકિસ્તાનને સબક શીખવાડવા સેનાના જવાનોને શકિત પ્રાપ્ત થાય તે માટે ભરૂચના રેલવે ગોદી રોડ પર અાવેલી અાશ્રય સોસાયટી ખાતે શકિતયજ્ઞનું અાયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં દેશભકતોઅે હાજર રહી અાહુતિ અાપી હતી.

કાવી-કંબોઇ : સ્તંભેશ્વર મહાદેવના મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત
જંબુસર તાલુકાનું કાવી અને કંબોઇ દરિયા કિનારે આવેલું ગામ છે. કંબોઇમાં સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. પાકિસ્તાનમાં વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે. જિલ્લાના અન્ય મંદિરો ખાતે પણ સુરક્ષા અને સલામતીના પુરતા પગલાં ભરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે. નર્મદા નદીના કિનારે અનેક મંદિરો અને આશ્રમો આવેલા છે જયાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો