તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટીએમના 2 સીસીટીવી કેમેરા જ બંધઅન્ય ફૂટેજો તપાસવા પોલીસની કવાયત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં મારૂતિ કોમ્પ્લેક્ષમાં ટાટા કોમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશન લિમીટેડનું એટીએમ સેન્ટર આવેલું છે. જેમાં રાઇટર બિઝનેશ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તેજસ બલરામ રાણા તેમજ હિતેષ ઉત્તમ પરમાર નામના બે ઓપરેટરોએ ગત 4 માર્ચના રોજ બે મશીનમાં 19 લાખ ભર્યાં હતાં. જેના 18 જ કલાકમાં કોઇ ગઠિયાઓએ એટીએમમાં રૂપિયા જમા કરવા માટેના પાસવર્ડ થકી બન્ને એટીએમમાંથી કુલ 15.85 લાખ રૂપિયા ઉપાડી લીધાં હતાં. બનાવને પગલે કંપનીના બ્રાન્ચ મેનેજરે બન્ને ઓપરેટરોએ જાતે અથવા તેમના કોઇ સાગરિતને પાસવર્ડ આપી એટીએમમાંથી ચોરી કરાવી હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરતાં એટીએમ સેન્ટરમાં બે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું તેમજ એક કેમેરાના વાયર કાપી નાંખ્યાં હોવાનું જણાયું હતું. જેથી ટીમે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ શંકાના દાયરામાં રહેલાં બન્ને કર્મચારીની પણ પોલીસ પુછપરછ કરી રહી છે. એટીએમમાં ક્લોન કાર્ડથી રૂપિયા ઉપડ્યાં હોવાની પણ શક્યતા વ્યક્ત થતાં એલસીબીની ટીમે તપાસ કરતાં તેવી શક્યતા પણ નકારાઇ હતી. જોકે હાલમાં એલસીબી તેમજ સ્થાનિક પોલીસે વિવિધ સીસીટીવી કેમેરાઓના ફૂટેજો થકી શકમંદોને તપાસવાની કવાયત હાથ ધરાઇ છે .

ટાટા કોમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશનના એટીએમમાંથી 15.85 લાખની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો