તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડ પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે સ્થળ સંચાલકોની તાલીમ યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં તપોવન સંકુલમાં આજે બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના અનુસંધાનમાં ઝોનલ સ્ટાફ તથા પરીક્ષા સ્થળ સંચાલકોની ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા તેમજ તેમની ટીમે પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

બોર્ડની પરીક્ષાનું સુચારૂ અને કોઇ પણ ભય કે અફવાઓના માહોલ વિના મુક્તપણે સંચાલન થાય તે માટેની કવાયત હાથ ધરાઇ હતી. તાલુકામાં ઝોનલ સ્ટફ તેમજ 145 પરીક્ષા સ્થળ સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં. તાલીમમાં તેમને પરીક્ષા સ્થળ પરની કામગીરી અંગેની સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓ સીસીટીવીની નજર હેઠળ પરીક્ષા આપનાર છે તેવા બેનર લગાવવાના રહેશે. આગામી 6 માર્ચના રોજ વિદ્યાર્થીઓ બ્લોક બેઠક વ્યવસ્થા પરીક્ષા સ્થળના બુલેટીન પર બપોરના 2.30થી સાંજના ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો